તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારને મોબાઇલની કિંમત ચૂકવી આપવા ફોરમનો હૂકમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોરંટી પીરીયડમાં છથી સાત વાર મોબાઇલ રિપેરિંગ કરાવવા છતાં યોગ્ય થયો હતો


વઢવાણતાલુકાના મેમકા ગામે રહેતા વ્યકિતએ મોબાઇલની ખરીદી કરી હતી. પરંતુ વોરંટી પીરીયડમાં થી સાત વાર મોબાઇલ રિપેર કરાવવા છતાં મોબાઇલ યોગ્ય રીતે કામ કરતા ફોરમમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં ફોરમે અરજદારને મોબાઇલની કિંમત 12 હજાર ચૂકવવા હૂકમ કર્યો છે.

ત્રંબક ઘનશ્યામભાઇએ સુ.નગરની આકાશ ઇલેકટ્રોનીકસમાંથી જીયોની કંપનીનો એમ-ર મોડલનો મોબાઇલ ખરીદ્યો હતો. પરંતુ મોબાઇલ લીધા બાદ તા. 4-6-16ના રોજ મોબાઇલમાં ક્ષતિ જણાતા વોરંટી પીરીયડમાં હોવાથી જીયોની કેરમાં રિપેરીંગ માટે આપ્યો હતો. ત્યાંથી દિલ્હીના સર્વીસ સેન્ટર પર પણ મોકલવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંથી ચાર દિવસ બાદ મોબાઇલ આવ્યા બાદ તા. 19-4, 25-4, 28-4, 20-5 અને 30-5ના રોજ જીયોની કેરમાં મોબાઇલ રિપેરીંગ કરાવવા છતાં ક્ષતિ દૂર થઇ હતી. આમને આમ વોરંટી પીરીયડની તારીખ વીતી જતા કંપનીએ રિપેરીંગની ના પાડી દીધી હતી. આથી આકાશ ઇલેકટ્રોનીકસના પ્રોપરાઇટર યુવરાજસિંહ પરમાર, જીયોની કેરના પ્રોપરાઇટર વિપુલભાઇ અને દિલ્હી સ્થીત જીયોની કંપનીના સાયન્ટેક ટેકનોલોજી પ્રા. લી. સામે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરાયો હતો. અરજદાર તરફે હીનાબેન જોશીએ દલીલો કરી હતી. જેમાં ફોરમના પ્રેસીડેન્ટ જજ વી.એમ.નાયક અને સભ્ય એ.સી.પંડ્યાએ દિલ્હીની કંપની અને જીયોની કેર સુરેન્દ્રનગરને સંયુકત રીતે મોબાઇલની કિંમત તથા હેરાનગતીના 12 હજાર ચૂકવવા, અરજી ખર્ચના રૂપિયા 500 પણ ચૂકવવા ચૂકાદામાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...