તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ પંથકના ત્રણ હજાર બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાંશાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને મદદ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં ઉતરી છે. ત્યારે સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરી શિક્ષણ સાથે સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં વઢવાણ પંથકનાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુક, દફતર ચોપડા પણ અપાયા હતાં.

વઢવાણ પંથકમાં જરૂરિયાતમંદ બાળકો અભ્યાસ કરી શકતા નથી. આથી ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા 2002થી સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ પરમાર, બી. કે. પરમાર અને કિશનભાઈ વગેરે ગરીબ વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરાયો જેમાં છેલ્લા 15 વર્ષમાં ત્રણ હજાર બાળકોની પસંદગી કરીને તેઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને દફતર નોટબુક, ચોપડા વગેરે અને પેના આપવામાં આવી રહી છે. સદ્દગુરૂ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ યોજાયેલ સન્માન અને વિતરણ કાર્યક્રમમાં રાજુભાઈ પરમાર, વિક્રમ દવે સહિતના મહાનુભવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

વઢવાણ પંથકના ત્રણ હજાર વિદ્યાર્થીઓને શિક્ષણકિટનું વિતરણ કરાયુ.

રૂ. 1.50 લાખના ખર્ચે બાળકોને શૈક્ષણિક વસ્તુ અપાઇ

અન્ય સમાચારો પણ છે...