તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયજનક રીતે ડમ્પર લઇને નીકળેલા ચાલક સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણશહેરનાં માર્ગો પર રાત્રિના સમયે પ્રો. એસ.પી. અચલ ત્યાગીની સૂચનાથી વાહનચેકિંગ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું. દરમિયાન વઢવાણનાં ગેબનશાપીર સર્કલ પાસે ડમ્પરનો ચાલક પૂરઝડપે અને માણસની જીંદગી જોખમાય તે રીતે લઇને નીકળ્યો હતો. આથી ડમ્પરચાલક સામે મિતલુભાઈ પટેલે વઢવાણમાં પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ મથકનાં હરદેવસિંહ પરમારે ડમ્પરના ચાલક અને લખતર તાલુકાના છારદ ગામના રમેશભાઈ ભાથીભાઈ કોળી સામે ગુનો નોંધી વધુ તપાસ નીતીનદાન ગઢવી કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, માર્ગો પર બેફામ રીતે દોડતા ડંપર ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોવાની ફરિયાદો પણ વધી રહી છે તેવા સમયે આવા ચાલકો સામે લગામ લગાવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...