તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળી, લસણના પાકમાં સૂકારાનો ઉપદ્રવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝાલાવાડમાંડુંગળી અને લસણનું મોટાપાયે વાવેતર થયું છે. હાલ ડુંગળી અને લસણના પાકનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ડુંગળી લસણના પાનની ટોચનો સુકારો અને જાંબલી ધાબાના રોગે દેખા દીધી છે. આથી ખેડૂતો ઓછા ઉત્પાદનના ભયની ચિંતાની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પિયતની સુવિધા મળતા ખેડૂતો ડુંગળી અને લસણના પાકનું વાવેતર કર્યું છે. ઝાલાવાડમાં ડુંગળીનું 5000 વીધા અને લસણનું 3000 વીધામાં પાક ઉભો છે. ડુંગળી, લસણમાં સાવધાનીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. હાલ ડુંગળી અને લસણના પાક તૈયાર થવામાં છે. ત્યારે સૂકારા અને જાંબલી ધાબાના રોગે દેખા દીધી છે. અંગે પટેલ અમિતભાઇ, અશોકભાઇ દલવાડી, કોળી હરજીભાઇ, વગેરેએ જણાવ્યું છે. હાલ ડુંગળી અને લસણનો પાકની વિકાસ અવસ્થા ચાલી રહી છે. જ્યારે પાનની ટોચમાં સૂકારો, જાંબલી ધાબાનો રોગ જોવા મળી રહ્યો છે. ઉપરાંત થિપ્સ પણ દેખાતા ઉત્પાદન ઓછુ થાય તેમ છે. જ્યારે ડુંગળી, લસણની ગુણવત્તાને પણ અસર થાય તેમ છે. અંગે કૃષિતજજ્ઞ વી.એસ.અસવારે જણાવ્યું કે લસણ ડુંગળીના પાકને રોગ અને જીવાતનો ઉપદ્રવ લાગે તે માટે જરૂરિયાત પ્રમાણે પિયત આપતા રહેવુ જોઇએ જ્યારે થિપ્સના નિયંત્રણ માટે જૈવિક દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. આમ ઝાલાવાડમાં ઔષધીય રીતે ઉપયોગી ડુંગળી અને લસણમાં સાવધાની તબક્કો છે. આથી ખેડૂતોમાં રોગના પ્રારંભનથી ચિંતાની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજી અને ઔષધીય પાક ડુંગળી અને લસણમાં રોગનો ઉપદ્રવ ડામવા હાલ ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. ત્યારે પોષણક્ષમ ભાવ અને ઉત્પાદન અંગે ખેડૂતો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડુંગળીનો પાક અંતિમ તબક્કામાં ઉભો છે ત્યારે સુકારો દેખાયો છે જેથી ખેડૂતોમાં ચિંતા.

વિકાસ અવસ્થામાં પાનની ટોચમાં સૂકારો, જાંબલી ધાબાનો રોગ થિપ્સના નિયંત્રણ માટે જૈવિક દવાઓનો ઉપયોગ કરવા સલાહ

ડુંગળીનું 5000 વીઘા, લસણનું 3000 વીઘામાં વાવેતર : રોગ વકરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો