તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપડી સાથે પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં ધો. 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે સોમવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં શહેરની સરદાર પટેલ વિદ્યાલયમાંથી અપેક્ષીત સાથે પરિક્ષા આપતો ખાનગી ઉમેદવાર ઝડપાયો હતો. જયારે ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયના પેપરોમાં એકપણ કોપીકેસ નોંધાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરિક્ષામાં સોમવારે ધો. 10માં ગણિત, ધો. 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયના પેપરો હતો. જેમાં ધો. 10માં નોંધાયેલા 25754માંથી 578 ગેરહાજર રહેતા 25176 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જયારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા 1043માંથી 1017 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપતા 26 ગેરહાજર જણાયા હતા.

પરંતુ ધો. 12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં સરદાર પટેલ વિદ્યાલયમાં એક વિદ્યાર્થી અપેક્ષીત સાથે પરિક્ષા આપતો ધ્યાને આવ્યો હતો. આથી સુપરવાઇઝર દ્વારા સ્થળ સંચાલકને અંગેની જાણ કરાતા સાયલા તાલુકાના નાગડકા ગામના ખાનગી ઉમેદવાર સામે કોપીકેસ નોંધાયો હતો.

સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો