તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સમસ્યા | બંન્ને કોઝવેનાળુ કે પુલ બનાવવા માટે સરપંચે કરી માંગ : 10 ગામના 10000 લોકોને પસાર થવામાં ભારે મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા | બંન્ને કોઝવેનાળુ કે પુલ બનાવવા માટે સરપંચે કરી માંગ : 10 ગામના 10000 લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણથીવાધેલા જતા વચ્ચે આવતા કોઝવે પર ચોમાસા અને હાલ નર્મદાના નીર સતત વહેતા રહે છે.આથી કોઝવે બિસ્માર બની ગયો છે. ત્યારે સ્ટેટ હાઇવે પરનો કોઝવે પર નાળુ કે પુલ બનાવવાની લોકમાંગ ઉઠી છે.

વઢવાણ- વડોદ સ્ટેટ હાઇવે તમામ નદી, નાળા કે કોઝવે રિપેરીંગ થઇ ગયા છે. પરંતુ ગામની બંન્ને તરફના કોઝવે બાકી રહ્યા છે. ટીંબા-વાધેલા અને વઢવાણ વાધેલા વચ્ચેનો કોઝવે પણ હાલ સતત નર્મદાનું પાણી વહ્યા કરે છે. ઉપરાંત વાહન વ્યવહારની અવર જવર વધુ હોવાથી કોઝવે બિસ્માર બની ગયો છે. આથી અહીંથી અવરજવર કરતા 10 ગામના 10000 લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અંગે વાધેલા ગામના સરપંચ નારૂભા મસાણીએ જણાવ્યું કે ગામના પાદરમાંજ આવેલ કોઝવે પર મસમોટા ખાડા છે. ત્યારે વઢવાણ તરફના કોઝવે પણ બિસ્માર છે. બંન્ને કોઝવે સ્ટેટ હાઇવે પર આવેલ હોવાથી હજારો લોકોની અવર જવર રહે છે. પરંતુ કોઝવે બિસ્માર બનતા વાહનને નુકશાન અને મુસાફરોને અકસ્માતનો ભય ઉભો થાય છે. આથી વસ્તડી, વડોદ, ટીંબા, કારીયાણી, સહિતના ગ્રામ્યજનોને ઉપયોગી થતા રસ્તા પરના કોઝવે પર નાળુ કે પુલ બનાવવાની લોક લાગણી અને માંગણી છે.

વઢવાણ અને વાઘેલા વચ્ચે બિસ્માર કોઝવે પર નાળુ કે પુલ બનાવવાની લોકમાંગ ઉઠી છે.

વઢવાણ-વાઘેલા વચ્ચે બિસ્માર કોઝવે: અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો