તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • શહેરમાં કુંથુનાથ દેરાસરથી બહુચર હોટલના રસ્તા પરની કડ જોખમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં કુંથુનાથ દેરાસરથી બહુચર હોટલના રસ્તા પરની કડ જોખમી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તે પહેલા કાર્યવાહી કરવા માંગ


સુરેન્દ્રનગરશહેરમાં કુંથુનાથ દેરાસરથી બહુચર હોટલનો રસ્તો જાણિતો છે. અવારનવાર થતાં અકસ્માતથી કેટલાક લોકો ઘાયલ સાથે જીવના જોખમમાં પણ પડી ગયા છે. ત્યારે અકસ્માત થવાનું કારણ માત્ર વાહનચાલકો નથી. પરંતુ રોડ અને જમીન વચ્ચે રહેલુ ત્રણથી ચાર આંગળનું અંતર હોવાનું લોકોમાં બૂમરાણો ઉઠી છે.

સુરેન્દ્રનગર શહેરમાં ઓવરબ્રીજનું કામ જોરશોરથી થઇ રહ્યું છે. બીજી તરફ જૂનાજંકશનથી કેટલાક ભાગના રસ્તાઓ પણ કામગીરીના કારણે બંધ કરી નાંખવામાં આવ્યા છે. જેની સીધી અસર કુંથુનાથ દેરાસરથી બહુચર હોટલ તરફ જવાના રસ્તા પર વર્તાઇ રહી છે. રસ્તા પર નાના-મોટા વાહન સાથે વાહનચાલકો તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. પરંતુ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી સર્જાયેલી સમસ્યાના કારણે લોકો વાહનો સાથે પડીને ઘાયલ થઇ રહ્યાં છે.

અંદાજે એક થી દોઢ કિમીનો રસ્તો સાઇડોમાંથી તૂટવાના કારણે હાલમાં પણ માર્ગ અને જમીન વચ્ચે ત્રણથી ચાર આંગળનું અંતર જોવા મળી રહ્યું છે. રોડ પરથી બહુચર હોટલ, અંબામીકેનીક, દૂધરેજ સહિતના વિસ્તારોમાં જવા માટે વાહનચાલકો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છે. અહીંથી પસાર થતી વખતે સામેથી આવતા વાહનાનો લાઇટોનાં કારણે રોડની સાઇડ દેખાતા વાહનો રોડથી નીચે પણ ઉતરી જાય છે. રોડ પર રહેલી કડોના કારણે લોકો ઘાયલ થવાના બનાવો વધી રહ્યાં છે.

અંગે વિમલભાઈ, નરશીભાઈ, પિયૂષભાઈ વગેરે જણાવ્યું કે, દિવસ તેમજ રાત્રિના સમયે રસ્તા પર વાહનો કડના કારણે સ્લીપ થવાની સાથે ચાલકોને ઇજાઓ પણ પહોંચે છે. આથી જમીન અને રસ્તા પરનું જોખમી અંતર દૂર કરીને જવાબદાર તંત્રે રસ્તાને સમતળ બનાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો