તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો શખ્સ થાનમાંથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનનીચાણકા વીડમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. ત્યારે ગુનામાં સંડોવાયેલો શખ્સ થાનમાં છૂપાયેલો હોવાની બાતમી મળી હતી. આથી થાન પોલીસે છાપો મારીને શખ્સને દબોચી લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતકાળમાં દાખલ થયેલા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસવડા દીપકકુમાર મેઘાણીની સૂચના મુજબ જિલ્લાના તમામ પોલીસ મથકોમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા દોડધામ મચી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ચાણકાવીડમાંથી અગાઉ 83 પેટી વિદેશી દારૂ સહિત રૂ. 11.18 લાખનો મુદ્દમાલ પોલીસે પકડી પાડ્યો હતો. ગુનામાં પોલીસે બાતમી મળતા કુલદીપસિંહ અંતરસિંહ ઝાલાને થાનમાંથી દબોચી લીધા હતાં. ઝડપાયેલ કુલદીપસિંહ ઝાલા વિદેશી દારૂનો ગુનો દાખલ થયા બાદ આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોવાનું તપાસમાં ખૂલ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો