તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ધ્રાંગધ્રામાં પુત્રીના બદલે પુત્ર જન્મતા પતિની છૂટાછેડાની પત્નીને ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં પુત્રીના બદલે પુત્ર જન્મતા પતિની છૂટાછેડાની પત્નીને ધમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાંરહેતા દંપતીને લગ્નજીવન દરમિયાન પુત્રનો જન્મ થયો હતો. પરંતુ પુત્રીને બદલે પુત્રનો જન્મ થતા અને સાસરિયાઓનાં ત્રાસથી ત્રસ્ત થયેલી પરણીતાએ વઢવાણ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ 80 ફૂટમાં રહેતા હિતાલીબેનના લગ્ન ધ્રાંગધ્રાના નિરવભાઈ જાદવ સાથે થયા હતાં. પરંતુ સાસરિયાઓનાં ત્રાસની હિતાલીબેને વઢવાણ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના તા. 27-11-2015 થી 30-11-2016 દરમિયાન પતિ નિરવભાઈ દ્વારા રૂપિયાની માંગ કરી હેરાન પરેશાન કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતાં.

ઉપરાંત અઢી માસના પુત્ર પંથનો જન્મ થયા બાદ પતિ નિરવભાઈ હિતાલીબેનના પિયર આવી પુત્ર ગમતો નથી. અને તેમને પુત્રી જોઇતી હતી. ત્યારે બાબતે છૂટાછેડા આપી દે તેવુ હિતાલીબેનને દબાણ કરી પતિ નિરવભાઈએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.આ બનાવ અંગે ધ્રાંગધ્રા જૂની લાયબ્રેરી શેરી વિસ્તારમાં રહેતા પતિ નિરવભાઈ જનકભાઈ જાદવ, સસરા જનકભાઇ રતિલાલ જાદવ તેમજ સાસુ સાવિત્રીબેન જનકભાઈ જાદવ સામે ગુનો નોંધી વધુ તપાસ મહિલા સેલાના પી.એસ.આઈ. એન.આર.બારોટ ચલાવી રહ્યાં છે.

સાસરિયાઓએ ત્રાસ આપ્યાની પરિણીતાની પોલીસ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો