તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડનો રથ સૌરાષ્ટ્ર યુનિ.ના આંગણે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો રથ સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આવી પહોંચ્યો હતો અને કેન્ટીન પાસે માત્ર એક દિવસ ઊભેલા રથે રૂ.50 હજારથી વધુ રકમના પુસ્તકોનો વેપાર કર્યો હતો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, તમામ ભવનોના વડા, તમામ ફેકલ્ટીઓના ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો સાથે બેઠક યોજી નવા લેખકોને લેખન કાર્ય માટે આગળ આવવા માટે આહવાન કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ અને લાઇબ્રેરીયન નિલેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ લગભગ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયું હતું અને તેના મોટાભાગના એટલેકે 80 ટકા જેટલા લેખકો હાલમાં હયાત નથી ત્યારે યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડને નવજીવન આપવાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવેના શિરે મૂકવામાં આવી હતી અને તેઓએ પ્રથમ જે પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચવા ગમે તેનો અનુવાદ કરાવી ગુજરાતી ભાષામાં છપાવ્યા હતા અને આઉટડેટેડ લેખકોના પુસ્તકોના સ્થાને વિદ્યાર્થીઓને રસ પડે તેવા સાહિત્યના નિર્માણ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો