તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણના સફાઇ કામદારોનું આંદોલન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણનગરપાલિકામાં વર્ષ 2011થી મંજૂર થઇ ગયેલ જગ્યા મુજબ સફાઇ કામદારોને કાયમી કરવામાં આવતા નથી. અંગે છેલ્લા બે માસથી સફાઇ કામદારો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. આથી સોમવારથી રોજમદાર અને કોન્ટ્રાકટર હેઠળના સફાઇ કામદારોએ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસના મંડાણ કરી કાયમી કરવાની માંગ કરી છે.

વઢવાણ નગરપાલિકામાં વાલ્મીકી સમાજના લોકો છેલ્લા 25 કરતા વધુ સમયથી સફાઇ કામદાર તરીકે કામ કરે છે. ત્યારે રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવાની માંગ સાથે ગુજરાત રાજય કર્મચારી સંઘના મયૂરભાઇ પાટડીયા, રાજુભાઇ વાળા, રમેશભાઇ બારૈયા, ભાનુબેન સહિતનાઓએ બે માસ અગાઉ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆતો કરી હતી. ત્યારે રજૂઆતોનો કોઇ ઉકેલ આવતા કર્મચારીઓએ સોમવારથી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. પ્રસંગે કલેકટરને વધુ એકવાર લેખિત આવેદનપત્ર પાઠવીને કર્મચારીઓએ જણાવ્યુ કે, રાજય સરકાર દ્વારા વઢવાણ નગરપાલિકામાં કાયમી સફાઇ કામદારની જગ્યાઓ મંજૂર કરવાનો હૂકમ વર્ષ 2011માં કરાયો છે. આમ છતાં આજ દિન સુધી માત્ર 9 સફાઇ કામદારોને કાયમી કરાયા છે. હજુ પણ પાલીકામાં 87 જેટલા સફાઇ કામદારો રોજમદાર તરીકે કામ કરે છે. રોજમદાર સફાઇ કામદારોને સીનીયોરીટી મુજબ કાયમી કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઇએ. જયારે પાલિકામાં કોન્ટ્રાકટ પ્રથમ સંપૂર્ણ રીતે નાબૂદ કરીને કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓએ રોજમદાર કે કરાર આધારીત કર્મચારીઓ તરીકે સમાવવા જોઇએ. ઉપરાંત સફાઇ કામદારોને સાવરણા, બકડીયા, પાવડા, ત્રીકમ, મોજા, માસ્ક, યુનિફોર્મ જેવી સવલતો આપવા, લઘુત્તમ વેતન આપવા, પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઇપીએફની પહોંચો આપવા પણ માંગ કરાઇ છે. જયારે વઢવાણ પાલિકાના સિનીયર સફાઇ કામદારોને પટ્ટાવાળા તથા ડ્રાઇવીંગ આવડતુ હોય તેઓને ડ્રાઇવર તરીકે સમાવવા પણ માંગણી કરાઇ છે. તમામ માંગણીઓનો સત્વરે નિકાલ લાવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કરાયા છે.

વઢવાણ પાલીકાના રોજમદાર સફાઇ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. તુષારમાલવણીયા

2011થી મંજૂર મહેકમ મુજબ કાયમી કરાતા ભારે રોષ

કાયમી કરવાની રજૂઆતોનો કોઇ ઉકેલ આવતા ગુજરાત કર્મચારી સંઘના નેજા હેઠળ લડત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો