તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીને લોકઅપમાં રખાતા હેડ કોન્સ્ટેબલની દાદાગીરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણતાલુકાના વસ્તડી ગામે ઉધારના પૈસા બાબતે સામાન્ય મારામારીનો બનાવ બન્યો હતો. ત્યારે બનાવમાં તપાસકર્તા પોલીસ કર્મચારીઓએ બે આરોપીને પકડીને લોકઅપમાં રાખ્યા હતા. જેમાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા જમાદારે જોરાવરનગર પોલીસ મથકે ધસી જઇ આરોપીને લોકઅપમાં રાખવા બાબતે ગાળા-ગાળી કરી પોલીસ કર્મચારી પર હૂમલો કર્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઇ છે.

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે શારદાબેન સુરેશભાઇ દેવીપૂજક પરચૂરણ દુકાન ચલાવે છે. ત્યારે ગામના જોરૂભા માલુભા ગોહિલ અને નરેન્દ્રસિંહ જોરૂભા ગોહિલ પાસે દિવાળી સમયના બાકી પૈસાની ઉઘરાણી તેઓએ કરી હતી. જેમાં બન્ને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ માર માર્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આથી બનાવના તપાસકર્તા પોલીસ કર્મચારી ગિરીરાજસિંહ ગોહિલે બન્ને શખ્સોની અટક કરીને લોકઅપમાં રાખ્યા હતા. ત્યારે સોમવારે સવારના સમયે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા બળવંતસિંહ મનુભા ચૌહાણે ધસી આવી મારા ગામના અને મારા સમાજના વ્યકિતઓને લોકઅપમાં કેમ રાખ્યા તેમ કહી

અનુસંધાનપાના નં.3

જોરાવરનગર પોલીસ મથકની ઘટનાથી ચકચાર

એસપીઅે આરોપી જમાદાર બળવંતસિંહને સસ્પેન્ડ કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો