તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જુગારનો દરોડો : ત્રણ ઝડપાયા

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જુગારનો દરોડો : ત્રણ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જુગારનો દરોડો : ત્રણ ઝડપાયાસુરેન્દ્રનગરશહેરના મેળાના મેદાનમાં જુગાર રમાતો હોવાની ડી સ્ટાફને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. ત્યારે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને રોકડ, મોબાઇલ સહિત રૂ. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં આવેલા બગીચા,મેદાનો સહિતના વિસ્તારોમાં ખૂલ્લેઆમ જુગાર રમાતો હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે શહેરના મેળાના મેદાનમાં જાહેરમાં જુગાર ખેલાતો હોવાની પી.આઈ. આર.વી.ડામોર સહિત ડી-સ્ટાફની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. દરમિયાન પોલીસની ઝપટમાં મહેબુબભાઈ સિદ્દીકભાઈ ઘાંચી, તરૂણભાઈ અરિવંદભાઈ શાહ અને ચંદુભાઈ ટપુભાઈ રીબડીયા ચડી જતા પકડાઇ ગયા હતાં. ઘટના સ્થળેથી પોલીસે મોબાઇલ, રોકડ રકમ સહિત રૂ. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.