• Gujarati News
  • વેપારી એસો.નું સ્નેહમિલન

વેપારી એસો.નું સ્નેહમિલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારી એસો.નું સ્નેહમિલન

લખતર|લખતરભાવસાર જ્ઞાતિની વાડીમાં વેપારી એસોસિએશનનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેપારી એસોસિએશનનાં પ્રમુખ હસમુખભાઈ સોલંકીએ લખતરમાં એસોસિએશન શા માટે સ્થાપવુ પડયુ તેની રૂપરેખા આપી હતી.

પ્રાથ. શાળાઓમાં ગુણોત્સવ

સુરેન્દ્રનગર|સુરેન્દ્રનગર જિલ્લાની 522 પ્રાથમિક શાળાઓમાં તા. 20 નવેમ્બરથી 3 દિવસ માટે ગુણોત્સવ યોજાનાર છે. મૂલ્યાંકન માટે 174 ગ્રૂપ પાડવામાં આવ્યા છે. ગુણોત્સવમાં સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી બોર્ડના અધ્યક્ષ યોગેશભાઇ ગઢવી, જિલ્લા કલેકટર કે.બી.ભટ્ટ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રતિલાલ યાદવ, જિ. પ્રાથ.શિક્ષણાધિકારી બી.એમ.દવે શાળાઓની મુલાકાત લેશે.

મામાસાહેબનાં મંદિરે કાર્યક્રમ

સુરેન્દ્રનગર|હળવદમાં મામા સેવક મંડળ લક્ષ્મીનારાયણ ચોકમાં મામાસાહેબના મંદિરે 21 અને 22 નવેમ્બરના રોજ ડાકડમરૂ,શોભાયાત્રા, મહાપ્રસાદ, માંડવા યોજાશે. ધર્મેશભાઈ ડાકડમરૂની રમઝટ બોલાવશે. પંચાયતમંત્રી જયંતિભાઈ કવાડીયા, સાસંસદ દેવજીભાઈ ફત્તેપરા, મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ બીપીનભાઈ દવે, પાલિકા પ્રમુખ અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની, જશુભાઈ પટેલ હાજર રહશે.