• Gujarati News
  • બરો ન.પાલિકા પ્રશ્ને ભાજપમાં બગાવતનો સૂર

બરો ન.પાલિકા પ્રશ્ને ભાજપમાં બગાવતનો સૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવાનું ગાજર બતાવીને ભાજપે વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતો મેળવ્યા હતાં. પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આશા પર પાણી ફેરવી વઢવાણ-સુરેન્દ્રનગર બરો નગરપાલિકાની કાર્યવાહી હાથ ધરાઇ છે. સુરન્દ્રનગર-વઢવાણની ત્રણ લાખ જનતાનું સપનુ રોળાતા રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને મહામંત્રી જગદીશભાઈ દલવાડીએ નગરપાલિકાના સદસ્યોને બરો નગરપાલિકા પ્રશ્ને બોલાવ્યા હતાં. જયારે ભાજપના સભ્યોએ જણાવ્યુ કે, પ્રજાના હિતમાં અમે સહી કરી નથી. આમ છતાં પક્ષ દબાણ કરશે તો અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી છે. અડધોઅડધ સદસ્યોએ ગેરહાજર રહેતા ભાજપમાં બગાવતનો સૂર વહેતો થયો.

આથી ભાજપ સંગઠન મોવડી મંડળે ઘીના ઠામમાં ઘી પાડવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના બરોની કાર્યવાહીનો ખૂલ્લેઆમ વિરોધ કર્યો છે.

વઢવાણ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રસિદભાઈ કોઠિયા, ઇસ્માઇલભાઈ વડદરિયા સહિતનાં વગેરે વઢવાણ પાલિકાના સરક્યુલર ઠરાવમાં સહી કરવાનો નનૈયો ભણી દીધો હતો.

મૂળચંદ ગામમાં બેઠકોનો ધમધમાટ

મૂળચંદને ભેળવવાનોનિર્ણયને પગલેમૂળચંદમાં મંગળવારે સરપંચ ભોપાભાઈની આગેવાનીમાં બેઠકનો દૌર શરૂ થયો હતો. બેઠકમાં બરો ન.પા.માં મૂળચંદને ભેળવવાનો ઠરાવનો વિરોધ વ્યક્ત કરાયો હતો. મૂળચંદ ગામ પંચાયત બરો ન.પાલિકામાં વિરોધનો ઠરાવ કરી ક્લેકટરને સુપ્રત કરાશે.

ભાજપને પ્રજાની લાગણી અને માંગણીના અનાદર ભારે પડશે. પ્રશ્ને આગામી ચૂંટણીમાં પ્રજાનો પડઘો પડશે. > કોંગ્રેસનાસભ્યો,પાલિકા