તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં ઠલવાતા વિદેશી દારૂનો પર્દાફાશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથીસૌરાષ્ટ્રમાં વિદેશી દારૂની કટીંગની લાઇન શરૂ થઇ હોવાની બાતમી આર આર સેલની ટીમને મળી હતી. આથી ચોટીલા તાલુકાના બામણબોર પાસે વોચ ગોઠવતા રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં દારૂ ઠાલવવા આવતા બે શખ્સોને ટ્રક અને દારૂ સહિત રૂપિયા 80.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. બનાવ અંગે બામણબોર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મોટાપાયે વિદેશી દારૂની હેરફેર થતી હોવાની રાવ ઉઠી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં દારૂની કટીંગની લાઇન સક્રિય થઇ હોવાની બાતમી મળતા રાજકોટ આર આર સેલના પીએસઆઇ કૃણાલભાઇ પટેલ, રણછોડભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા સહિતનાઓએ રાજકોટ હાઇવે પર બામણબોર પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલ ટ્રકની તલાશી લેતા ભૂંસાની કોથળીઓ નીચેથી વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 1090 પેટી કિંમત રૂપિયા 48.38 લાખ, 3 મોબાઇલ કિંમત રૂપિયા 6 હજાર અને રૂપિયા 32 લાખની ટ્રક મળી કુલ રૂપિયા 80.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાવમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સમસર તાલુકાના ગંગવા ગામના સવાઇરામ સરવારામ જાટ અને લાજી ગામના લક્ષ્મણભાઇ હરીરામ જાટને ઝડપી લીધા હતા. બનાવ અંગે બામણબોર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જયારે આરોપીઓના મોબાઇલ પરથી વાહનોના માલીક અને જથ્થો કયાંથી આવ્યો, કયાં મોકલવાનો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે.

ચોટીલાના બામણબોર પાસેથી 1090 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે અંગે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે.

બામણબોર પાસેથી વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂ. 80.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...