નવાગામમાં રોડ બનાવવામાં સાઇઝ અધૂરી હોવાની રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનનવાગામ ખાતે નવા રોડ બનાવવાનું કામ ચાલે છે. જેમાં રસ્તાની સાઇઝ વધારવામાં આવી નથી. આથી રોડની સાઇઝ પૂર્ણ કરવામાં આવે એવી લોકોની માંગણી છે.

થાનના નવાગામ ખાતે હાલ નવા રોડનું કામકાજ પીડબલ્યુડી દ્વારા કામ ચાલી રહ્યું છે. જેમાં જૂના રોડ કરતા નવો રોડ મોટો બનાવવામાં આવશે. જેની પહોળાઇ મીટર રહેશે. રોડની સાઇઝ વધારવામાં આવેલ છે. તેમાં આવી કપચીનુ઼ં પુરાણ કરાવમાં આવ્યું છે. કપચી પરથી ભારે વાહન પસાર થતા કપચી ઉડે છે. આથી કપચી ઉપરથી પ્રેસ કરી ડામરરોડ બનાવવામાં આવે તેવી લોકોમાંગણી કરી રહ્યા છે.આ અંગે ભાણજીભાઇ અને ધીરૂભાઇ મકવાણા જણાવ્યું કે રોડની બંન્ને સાઇડમાં પુરાણ કરી ડામર રોડ બનાવવામાં આવે તો રોડની સાઇઝ જળવાઇ રહે તેમ. અંગે સુરેન્દ્રનગર પી.ડબલ્યુ.ડી અધિકારી ઉદયભાઇ દવેએ જણાવ્યું કે રસ્તાની બંન્ને સાઇડ કપચી પાથરી રોલર ચલાવવામાં આવશે. ત્યાર બાદ 5.50 મીટરનો રસ્તો બનાવવામાં આવશે.

નવાગામ રોડ ઉપર પાથરેલ કપચી ઉપર ડામર નાંખી પીચ રોડ બને તેવી લોક માંગ ઉઠી છે. તસવીર-ભરતદવે

કપચી ઉડતા વાહનચાલકોને ઇજા થવાનો ભય

અન્ય સમાચારો પણ છે...