• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ધ્રાંગધ્રા પાલિકાની બલિહારી ભરઉનાળે પાણીકાપથી મુશ્કેલી

ધ્રાંગધ્રા પાલિકાની બલિહારી ભરઉનાળે પાણીકાપથી મુશ્કેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરની એક લાખ પ્રજાને નર્મદાનું પાણી નગરપાલીકા દ્વારા અપાય છે. ત્યારે નર્મદા કેનાલનું પાણી બંધ કરાયું છે. આથી ભરઉનાળે ધ્રાંગધ્રા પાલિકાએ પાણીનો કાપ ઝીક્યો છે. જેમાં શહેરમાં રોજ પાણી વિતરણ કરવા આવતું હતું. પરંતુ હવે એકાંતરે પાણી આપવામાં આવશે આથી ભરઉનાળામાં પાણીનો કાપ મૂકાતા શહેરીજમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ધ્રાંગધ્રા શહેરમાં દૈનિક પાણી મળતું હતું. પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકા ભર ઉનાળે પાણીનો કાપ ઝીંકી દીધો છે. જેમાં નર્મદા કેનાલ બંધ થતા એકાંતરે પાણીની જાહેરાત થતા. ધ્રાંગધ્રાવાસીઓમાં આક્રોશ જોવા મળે છે.

ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલીકા દ્વારા રોજ શહેરમાં પાણીનું વિતરણ કરાયું હતું. જેમાં પાણી નર્મદા કેનાલમાંથી પાઈપલાઈનથી લઈને અપાતુ હતું. પરંતુ નર્મદા કેનાલનું પાણી બંધ થતા શહેરમાં પાણીની સર્જાઇ છે. ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં નગરપાલીકાના બોર શરૂ કરીને શહેરમાં પાણી વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી ધ્રાંગધ્રા શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવામાં આવશે. પરંતુ ભરઉનાળામાં પાણીનો કાપ મૂકાતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થતા રોષ ફેલાયો છે. ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા શહેરમાં બોર્ડ અને રીક્ષા ફેરવી આગામી દિવસો પાણીની વ્યવસ્થામાં ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. જેમાં શહેરીજનોને જાણ કરી એક એપ્રિલથી એકાંતરે પાણી અપાતા તેમ જણાવ્યું હતું.

અંગે ધ્રાંગધ્રા નગરપાલીકાના ચીફ ઓફીસર

અનુસંધાનપાના નં.3 પર

શહેરીજનોને એકાંતરે પાણી મળનાર હોવાથી ભારે રોષ

અન્ય સમાચારો પણ છે...