ચાલુ બેઠકે કોંગી સભ્યે પોતાના પર કેરોસીન છાંટ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પ્રેમજી ટૂંડિયાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર

સુરેન્દ્રનગરનગરપાલિકાની બજેટ બેઠક ગુરૂવારે યોજાઇ હતી. ત્યારે બજેટ બેઠકમાં સમાવિષ્ટ લાંચ લેતા કર્મચારીને ફરીથી નોકરી પર લેવાના ઠરાવ બાબતનો વિરોધ વોર્ડ નં. 14ના કોંગ્રેસના સદસ્યે કર્યો હતો. ત્યારબાદ ચાલુ બેઠકે કોંગ્રેસના સદસ્યે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ચકચાર ફેલાઇ હતી. બીજી તરફ પાલિકા દ્વારા કરવેરા વધાર્યા વગર જાહેર સુખાકારી સાથેનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ હતુ.

પાલિકાની બજેટ બેઠકનું ગુરૂવારે આયોજન કરાયુ હતુ. જેમાં પ્રમુખ શીલાબા ઝાલા, ઉપપ્રમુખ ગણપતભાઇ મીઠાપરા, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફીસર ગિરીશ સરૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના વર્ષ 2017-18ના બજેટમાં 2,33,11,98,854ની આવક સામે 2,33,10,34,000ના ખર્ચની જોગવાઇ કરી 1,64,854ની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટ બેઠકની શરૂઆત થતા એજન્ડામાં સમાવીષ્ટ મુદ્દા નં. 22 કે જેમાં પાલિકાના સેનેટરી ઇન્સપેકટર આર.કે.ઝાલા લાંચ લેતા ઝડપાયા હતા. તેને નોકરી પર પરત લેવાના ઠરાવના વિરોધ બાબતે પાલિકાના વોર્ડ નં. 14ના કોંગ્રેસના સુધરાઇ સભ્ય પ્રેમજીભાઇ વીરજીભાઇ ટુંડીયાએ કોથળીમાંથી કેરોસીન છાંટી શરીર પર છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમજીભાઇએ કેરોસીન છાંટતા અન્ય સભ્યોએ દોડી આવી તેમને ખુરશી પર પરત બેસાડયા હતા. જયારે પાલિકા દ્વારા શહેરીજનો પર કોઇપણ જાતના કરવેરાનો વધુ બોજ નાંખ્યા વગર વિકાસના અનેક કાર્યો હાથ ધરવાની જોગવાઇ સાથે બજેટ મંજૂર કરાયુ હતુ.

પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓએ પૈસા લઇ નોકરી પર પરત રાખ્યા છે

75% પગાર આપતા હોય તો પાલિકામાં અન્ય જગ્યાએ ફરજ પર લઇ શકાય

^સુરેન્દ્રનગર પાલિકાના સસ્પેન્ડેડ સેનેટરી ઇન્સપેકટર આર.કે.ઝાલા સામે લાંચ લેવાના કેસ સહિત અન્ય પણ કેસો ચાલી રહ્યા છે. ત્યારે કેસ ચાલુ હોય નોકરી પર પરત રાખવા માટે પાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ આર.કે.ઝાલા પાસેથી મસમોટી રકમ લીધા હોવાનું જણાવ્યુ હતુ. આથી બજેટ બેઠકમાં વિરોધ સ્વરૂપે કેરોસીન છાંટ્યુ હતુ. > પી.વી.ટુંડીયા,કોંગ્રેસનાસુધરાઇ સભ્ય

^લાંચ લેવાના ગુનામાં સસ્પેન્ડ આર.કે.ઝાલાને શરૂઆતના 3 માસ 50 ટકા અને બાકીના માસથી 75 ટકા પગાર પાલિકા ચૂકવે છે. ત્યારે 75 ટકા પગાર ચૂકવતી પાલિકા આર.કે.ઝાલાને ફરીથી નોકરી પર રાખીને સેનેટરી ઇન્સપેકટર નહી પરંતુ અન્ય જગ્યાએ કામ સોંપી શકે છે. અંગેનો ઠરાવ સર્વાનુમતે પાસ કરાયો છે. > ગિરીશસરૈયા, ચીફઓફિસર

સુરેન્દ્રનગરપાલિકાની બજેટ બેઠકમાં વોર્ડ નં.14ના સુધરાઇ સભ્યે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તસવીર-તુષારમાલવણીયા

ઠરાવનો વિવાદ | સુરેન્દ્રનગર પાલિકાએ સસ્પેન્ડેડ લાંચિયા કર્મીને પાછો નોકરીએ લેવા ઠરાવ કરતાં વિરોધ

રૂ.3.32 કરોડ સ્ટ્રીટલાઇટઅને કોમર્શીયલ બિલ ચૂકવવા

રૂ.10લાખ શહેરમાંસીએનજી અને પીએનજી સીટી બસ ચાલુ કરવા

રૂ.2 કરોડના ખર્ચેખમીસાણા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ

રૂ.5 કરોડના ખર્ચેદૂધરેજ તળાવનું ડેવલોપમેન્ટ

રૂ.50 લાખના ખર્ચેસ્મશાનમાં સીએનજી ગેસ આધારીત પ્રક્રિયા

રૂ.40 લાખના ખર્ચેપાણીની ટાંકીએ સોલાર સીસ્ટમ

રૂ.3 કરોડ શહેરમાંસીસીરોડના નવા કામો અને મરામત માટે

રૂ.1 કરોડ નિર્મળગુજરાત અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વ્યકિતગત શૌચાલય બાંધી આપવા

બજેટ બેઠકમાં જોગવાઇ થયેલ વિકાસના કામો

અન્ય સમાચારો પણ છે...