• Gujarati News
  • સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ: નિરીક્ષકોના ઉધામા

સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ: નિરીક્ષકોના ઉધામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે સેન્સ લેવાની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ત્યારે વઢવાણ, થાન, ધ્રાંગધ્રા અને પાટડીમાં મંગળવારે નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. જેમાં ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. આથી સમગ્ર જિલ્લામાં ચૂંટણીના રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

વઢવાણ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમપુરાની વાડી, ખાંડીપોળ, વઢવાણ ખાતે નિરીક્ષકોએ સેન્સ લીધી હતી. જેમાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 18 સીટો માટે 100થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જયારે વઢવાણ નગરપાલિકાની 36 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા બોડા તળાવ સામે વિક્રમ ફાર્મ, વઢવાણ ખાતે નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા હતા. જેમાં વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં.1 થી 9 માટે 36 બેઠકો માટે 150થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ ભાજપ પક્ષે વઢવાણને બદલે જિલ્લા કાર્યાલય, સુરેન્દ્રનગર ખાતે દાવેદારોને બોલાવાયા હતા. જેમાં 36 બેઠકો માટે 200થી વધુ ટીકીટ વાંચ્છુઓ ઉમટ્યા હતા.

થાન: નવરચીતથાન તાલુકા પંચાયતની 16 બેઠક છે. જેમાં 50 ટકા મહિલા અનામત છે. ભાજપમાંથી ટીકીટ વાંચ્છુક 46 ઉમેદવારોએ તાલુકાની ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે. જયારે જિલ્લા પંચાયત માટે ફકત 2 વ્યકિતઓને ટીકીટ માંગી છે. પ્રસંગે રણજીતસિંહ ઝાલા, પૂર્વ પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગત, કરશનભાઇ, તાલુકા પ્રમુખ જેઠાભાઇ, ઉપપ્રમુખ ધીરૂભા, રામકુભાઇ ખાચર સહિતનાઓ હાજર રહ્યા હતા.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાનીદરિયાલાલની વાડી ખાતે ભાજપ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાની કાર્યવાહી કરાઇ હતી. જેમાં નિરીક્ષકો અનિરૂધ્ધસિંહ પઢિયાર, સુરેશભાઇ ધરજીયા, મંજુલાબેન ધાડવી સહિતનાઓએ ઉમેદવારોની સેન્સ લીધી હતી. જયારે તાલુકા પંચાયતની 20 બેઠક માટે 70 અને જિલ્લા પંચાયતની 4 સીટ માટે 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, ડી.કે.દલવાડી, કાનજીભાઇ પટેલ, વાઘજીભાઇ પટેલ, જયુભા, રણજીતસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટડી: દસાડાતાલુકા ખરીદ વેચાણ સંઘના મેડા ઉપર પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલા, જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઇ પટેલ, કલ્પનાબેન મકવાણાની સામે મોટીસંખ્યામાં ટીકીટ વાંચ્છુઓ અને તેમના ટેકેદારો હાજર રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયતની 18 બેઠક માટે 60 અને જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 30 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

સીટ કરતા દાવેદારી દસ ગણી|વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા અને થાનમાં નિરીક્ષકોએ દાવેદારોને ચકાસ્યા