તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લારી પાથરણાથી થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા લોક માંગ

લારી - પાથરણાથી થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા લોક માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરશહેરનાં મેઇન રોડ, ટાવર ચોક, ટાંકી ચોકી, વાદીપરા, મલ્હારચોક, વાડીલાલ ચોક, વિઠ્ઠલપ્રેસ રોડ, દેરાસર ચોક વગેરે વિસ્તારોમાં દરરોજ શાક-બકાલા, ફ્રૂટવાળા તેમજ અન્ય વેપાર કરતા ફેરીયાઓ લારી તેમજ પાથરણાઓ પાથરીને વ્યવસાય કરી રહ્યાં છે. લારી તેમજ પાથરાણાઓનો જમેલો રહેતો હોવાથી ટ્રાફિક જામ થતા શહેરીજનો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે અંગે જનકલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિતકુમાર ડી. ઉમરાણીયા સહિતનાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને જાહેરનામુ બહાર પાડી યોગ્ય કરવાની લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત મુજબ નગરપાલિકા હસ્તકનું જે મેળાનું મેદાન છે ત્યાં તમામ લારીઓ્નો સમાવેશ થઇ શકે તેમ છે. આથી મેદાનમાં લોકોને ઉભા રહેવા આદેશ કરાય તેવી માંગ છે.