તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં રામાપીરની નવરાત્રિની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવી સુદ 1 થી 9 સુધી રામાપીરની નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માંથી ઠેર ઠેર શોભાયાત્રાઓ સાથે રામાપીરના મંદિરોએ નેજાઓ ચડયા હતાં. જેમાં પીરના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.

ધ્રાંગધ્રા : ધ્રાંગધા તાલુકાના મોટી માલવણ ગામે આવેલ રામાપીરના મંદિરે તા.13 સપ્ટેમ્બરે મંગળવારના રોજ મેળો યોજાશે. રામાપીરના મેળામાં ધજા ચડાડવામા આવશે. ત્યારે સવારથી મેળોની શરૂઆત થશે અને મોડી સાંજ સુધી ચાલશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી માલવણના ગામ લોકો જેહમત ઉઠાવી રહ્યાં છે.

લીંબડી : ભાદરવી નોમ એટલે રામદેવપીરની નવરાત્રીનો અંતિમ દિવસે ભલગામડા પાસે આવેલા નકલંક આશ્રમે દર્શનાર્થે તથા લોકમેળામા ભાવીકો અને શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભલગામડામાં મૂળજી ભગતના ત્યાંથી વાજતે ગાજતે રામાપીરનાં લીલાનેજાની શોભાયાત્રા નીકળી હતી. પ્રસંગે મંદિરે રાત્રે સંતવાણીની રમઝટ જામી હતી.

પાટડી : પાટડીમાં શનિવારે પાટડી કલાકા દરવાજાથી પાંચહાટડી, દરબારીચોક, મેઇન બજાર અને વિજયચોકથી પાટડીના તમામ વિસ્તારમાંથી રામાપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં પાટડીના ચેલાજી ઠાકોરની આગેવાનીમાં યુવાનોએ રામાપીર, શંકર-પાર્વતિ અને ગણેશની વેશભૂષા સાથે બળદગડીની સવારીએ પાટડીનગરજનોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતું.

ભલગામડા ખાતે રામાપીરનાં નેજાની શોભાયાત્રા નીકળી હતી.તસવીર-અશ્વિનસિંહ રાણા

શોભાયાત્રા ને પીરના મંદિરે નેજાઓ ચડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો