તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગરની હાઇસ્કૂલમાં શિક્ષકે ધો.12ના છાત્રને માર મારતા વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની હાઇસ્કૂલમાં શિક્ષકે ધો.12ના છાત્રને માર મારતા વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના80 ફૂટ રોડ પર આવેલ એક ખાનગી શાળામાં ધો. 12 સાયન્સના વિદ્યાર્થીને શિક્ષકે લાફાવાળી કરીને માર મારવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા શાળા સંચાલકોએ બેઠક બોલાવી તાત્કાલીક અસરથી શિક્ષકને છૂટ્ટા કર્યાની જાહેરાત કરી હતી. જયારે વાલીએ અંગે કોઇ કાયદેસર પગલા ભરતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ હતુ.

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ ખાનગી શાળામાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. બપોરના સમયે કલાસમાં ફ્રી પીરીયડ હોવાથી અન્ય એક શિક્ષક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા હતા. સમયે એક વિદ્યાર્થી થોડો હસી મજાક કરતા શિક્ષકે મીજાજ ગુમાવીને વિદ્યાર્થી પર લાફાવાળી કરી હતી. બનાવ બનતા કલાસના વિદ્યાર્થીઓ એકઠા થઇને બી ડિવીઝન પોલીસ મથકે ધસી ગયા હતા. જેમાં વિદ્યાર્થીના પિતાએ આવ્યા બાદ કોઇ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી હતી. જયારે બીજી તરફ અંગેની જાણ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જયદીપસિંહ ડોડીયા અને હિતેશ્વર મોરીએ ધસી જઇ વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષકને તાત્કાલીક અસરથી છૂટા કરવાની માંગ કરી હતી. જેથી શાળા સંચાલકોએ શિક્ષકને છૂટ્ટા કર્યા હતા.

અંગે બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ ડી.જી.વાઘેલાએ જણાવ્યુ કે, ઘટના અંગે 10થી 12 વિદ્યાર્થીઓ પોલીસ મથકે આવ્યા હતા. રજૂઆત પણ કરી હતી. પરંતુ ગુનો દાખલ કરાવ્યો નથી.

મારો દીકરો રમતિયાળ છે, તોફાની નહીં : પિતા

અંગે વિદ્યાર્થીના પિતા જગદીશભાઇએ જણાવ્યુ કે, મારો પુત્ર રમતીયાળ સ્વભાવનો છે, પરંતુ તોફાની નથી. પુત્ર 12 સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેનું ભવિષ્ય બગડે તે માટે કોઇ કાયદેસર કાર્યવાહી અમે કરી નથી. જયારે શાળા સંચાલકો દ્વારા શિક્ષકને છૂટ્ટા કરવાના લેવાયેલ નિર્ણય અમોને માન્ય છે.

ખાનગી શાળાના સંચાલક દ્વારા શિક્ષકને છૂટો કરી દેવાતા ઘીના ઠામમાં ઘી

ફ્રી પીરીયડમાં હસી મજાક કરતો વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો