તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમમાં નહીં કુંડમાં કરો વિઘ્નહર્તાનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાંગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. શેરીએ શેરીએ ગણશેજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ગણેશજીની મૂર્તિ વિસર્જનમાં ધોળી ધજા ડેમનું પાણી બગડે અને લોકોને શુધ્ધ પીવા માટે પાણી મળી રહે તે માટે ડેમમાં ગણેશ વિસર્જનની જગ્યાએ પાલિકા દ્વારા કુત્રિમ કુંડ બનાવી વિસર્જન માટેની વ્યવસ્થા કરી છે.

સુરેન્દ્રનગર શહેરની કોઇ પણ શેરીઓમાંથી નીકળો તો જય ગણેશના નામનો અચૂક નાદ જોવા મળશે. સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. હવે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે લોકોની ભકિત અને પાણીમાં ગણેશ વિસર્જનથી પાણી તો દુષિત થાય છે. પરંતુ તેની સાથે સાથે પાણીમાં રહેલા હજારો જીવનું જોખમ થઇ જાય છે. આવા સમયે સુરેન્દ્રનગરમાં મોટાભાગે લોકો ધોળીધજા ડેમમાં ગણેશ વિસર્જન કરતા હોય છે.

સૌ કોઇ જાણે છે કે, ડેમમાંથી શહેરની બે લાખની જનતાને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જો પાણી બગડે તો શહેરીજનોના આરોગ્ય પર ખૂબ ખરાબ અસર થવાની સાથે પાણીમાં રહેલા જીવો પણ મરી શકે છે. માટે મંડળના આયોજકો માટે નગરપાલિકએ બે જગ્યાએ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરી છે.

અંગે સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યુ કે, લોકો ધોળીધજા ડેમ અને નર્મદા કેનાલમાં દુંદાળા દેવની પ્રતિમાનું વિસર્જન કરે તે ખૂબ જરૂરી છે. માટે નગરપાલિકા દ્વારા ડેમ રોડ પર અને રતનપરમાં વિસર્જન માટેના કુંડ બનાવવાનું આયોજન કરાયુ છે. કાર્ય માટે ગણેશ મંડળોના આયોજકો તંત્રને સહકાર આપે તે ખાસ જરૂરી છે.

પહેલ : ધોળીધજા ડેમમાંથી બે લાખ લોકોને પીવાનું પાણી અપાય છે, બંધમાં વિસર્જન એટલે પ્રકૃતિ સાથે ખિલવાડ

હેલિપેડ અને રતનપર ખાણ વિસ્તારમાં કુંડ બનાવાયા

ડેમમાંથી બે લાખની જનતાને પીવાનું પાણી પૂરું પડાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો