તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણા કેનાલ અભિશાપરૂપ, ખેડૂતોની મહેનત પાણીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરતાલુકામાં પસાર થતી નર્મદા કેનાલોથી ખેતીને ફાયદો થવાને બદલે ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે. લખતર તાલુકાનાં વણાખાતેની સીમજમીનમાં પેટા કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઉભા પાકને નુકસાન થયુ છે.

લખતર તાલુકાનાં વણા ગામની સીમમાંથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલની સબમાઈનોર કેનાલથી વણા ગામનાં કેટલાંક ખેડૂત ખાતેદારોને પોતે પોતાની ખેતજમીનમાં ઉગાડેલ પાકને થતાં નુકશાનની ફરિયાદ ઉઠી છે. વણા ગામથી ડુમાણા જતાં સિંગલપટ્ટી રોડ ઉપર આવેલ નર્મદા નિગમની મોરબી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. કેનાલમાંથી બીજી નાની કેનાલો કાઢીને ખેડૂતોને પિયત માટે ની સુવિધા આપવા માટે માઈનોર કે સબમાઈનોર કેનાલ ખેતરમાંથી પસાર થાય છે. પરંતુ નાની કેનાલમાં પાણી છોડવામાં આવે એટલે કેનાલનું પાણી કેનાલ છલકાઈને આજુબાજુનાં ખેતરમાંથી વહેવા માંડે છે. વહેતાં પાણીનાં કારણે તે ખેતરોમાં ઉભો પાક બળી જવાનો પૂરો સંભવ રહે છે જ્યારે અમૂક ખેતરોમાં તો પાણી ફેલાઈ જતાં ખેતરોમાં વાવણી પણ થઇ શકતી નથી. અંગે ખેડૂત ઈન્દુભા રણવિરસિંહે જણાવ્યું કે આવી નાની કેનાલોથી તો ખેડૂતોને ફાયદો તો થશે ત્યારે પણ હાલમાં તો નુકશાની નજર સામે જોવા મળે છે. અને આવા પાણીથી કેટલાંય ખેડૂતો પરેશાની ભોગવી રહ્યાં છે. સત્તાવાળાઓ આવે અને ફરિયાદ કરવામાં આવે તો ખેડૂતોને ઉલટા-સુલટા જવાબો આપી પલાયન થઇ જાય છે. અંગે મોરબી બ્રાન્ચ કેનાલનાં કાર્યપાલક ઈજનેર ગોહિલનો સંપર્ક સાધતાં તેઓએ માટે સુરેન્દ્રનગરખાતેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું હતું.

પાણી ખેતરોમાં ઘૂસતા મોલને નુકસાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો