• Gujarati News
  • બજરંગપુરા ગામે જવાના રસ્તે આવેલ પુલની બાજુમાં કેનાલમાં બે મોટા ગાબડા પડી ગયા હતાં. ભાસ્કર

બજરંગપુરા ગામે જવાના રસ્તે આવેલ પુલની બાજુમાં કેનાલમાં બે મોટા ગાબડા પડી ગયા હતાં./ભાસ્કર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજરંગપુરા ગામે જવાના રસ્તે આવેલ પુલની બાજુમાં કેનાલમાં બે મોટા ગાબડા પડી ગયા હતાં./ભાસ્કર

લખતરથી સુરેન્દ્રનગર વચ્ચેની નર્મદા કેનાલ પુલમાં ગાબડા પડ્યા

નુકસાનની ભીતિ |ગાબડા રિપેરીંગ કરાવવા લોકમાંગ

ભાસ્કર ન્યૂઝ. લખતર

જિલ્લામાંનર્મદા કેનાલનું કામ પૂરૂ થયુ છે. પરંતુ પેટા કેનાલનું કામ ચાલુ છે. ત્યારે લખતરથી બજરંગપુરા જવાના રસ્તે આવેલા પુલની બાજુમાં મોટા મોટા બે ગાબડા પડ્યા છે. ગાબડાને કારણે દૂર્ઘટનાનો ભય ઉભો થયો છે. કેનાલમાં જો પાણી છોડવામાં આવે અને પાણીનું લેવલ વધે તો સિમેન્ટની દિવાલ પાછળ આવેલ માટીના પાળાને નુકસાન થાય તેમ છે. અ્ને પાછળ આવેલ ખેતરમાં પાણી જમા થાય તો ખેતરને નુકસાન થાય તેમ છે. બજરંગપુરાના રહીશ ભરતસિંહના જણાવ્યા પ્રમાણે તાત્કાલીક ગાબડા રિપેર કરવાની જરૂર છે. અંગે નર્મદાના ચાવડાભાઈએ જણાવ્યું કે, સ્થળનાં ફોટા અને વીડિયો લીધા છે. એસ્ટીમેટ તૈયાર કરી ઉપર મોકલી દીધા છે. મંજૂરી મળતા તાત્કાલીક ધોરણએ બંને ગાબડા રિપેર કરવામાં આવશે.