• Gujarati News
  • સાયલામાં રસ્તા વચ્ચે ગંદકીથી પ્રજા પરેશાન

સાયલામાં રસ્તા વચ્ચે ગંદકીથી પ્રજા પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાશહેરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જોવા રહ્યું છે. મૂળી દરવાજા અને બાયપાસથી લાલબાપા મંદિર તરફ જવાના એક માત્ર રસ્તે ગંદકીના ઢેર અને ગટરના પાણીના ભરાવા જોવા મળી રહ્યો છે. બાબતે ગ્રામ પંચાયતને અનેક રજુઆત કરવા છતાં કોઇ અસરકારક કામગીરી થઇ નથી. ત્યારે રસ્તો બનાવવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સાયલા શહેરને સ્વચ્છ બનાવવા માટે સાધનો અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ અનેક વિસ્તારોની ગંદકી અને ઉબડખાબડ રસ્તા જોઇને તમામ યોજના માત્ર કાગળ ઉપર જોવા મળે છે. મૂળી દરવાજેથી શહેરના પ્રવેશદ્વારે ઉબડખાબડ રસ્તો અને સ્થાનિક રહીશો ગટરના પાણીના કારણે સુરેન્દ્રનગર, મુળી જતા આવતા મુસાફરોને પરેશાની ભોગવી રહ્યાં છે. છેલ્લા કેટલાંક સમયથી વરસાદી પાણીનો ભરાવો થતા મોટા ભાગનો રસ્તો તૂટી જતા મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે ઉબડખાબડ રસ્તો અને ગંદકીમાંથી પસાર કરતાં વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.

બાબતે ગ્રામ પંચાયતને અનેક રજુઆત કરવા છતાં કોઇ અસરકારક કામગીરી કરીને રસ્તો બનાવવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાયલા બાયપાસના રસ્તે 250 ગાયો ધરાવતી વિશાળ ગૌશાળા આવેલી છે. ગૌશાળાના પ્રવેશદ્વારે ગંદકીના ઢેર - ઉબડખાબડ રસ્તાના પાણીની કારણે અબોલ પશુઓ અને રાહદારી, ગોવાળને પણ ચાલવામાં મુશ્કેલી જોવા મળે છે. નર્કાગાર ગંદકીના કારણે પશુઓનું આરોગ્ય અને તેની મુશ્કેલીની રજૂઆત અબોલ ગાય પોતાના ચહેરાથી વેદનાથી વ્યકત કરતી હોય તેવું જીવદયા પ્રેમીને લાગી રહ્યું છે.

સાયલા બાયપાસથી લાલબાપા મંદિર તરફના રસ્તે આવેલી ગૌશાળાના પ્રવેશદ્વારે ગંદકીના ઢેર, પાણીના ભરાવાથી પરેશાની વધી છે./પરેશ રાવલ