• Gujarati News
  • ભાગીદારીના પૈસા આપવા તરકટ રચ્યાની રજૂઆત

ભાગીદારીના પૈસા આપવા તરકટ રચ્યાની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરની ખોડિયાર ચેમ્બર્સમાં રાજેશ શાહ તથા જીતેન્દ્રભાઇ ત્રિવેદીએ ભાગીદારીમાં વ્યવસાય શરૂ કર્યો પરંતુ ભાગીદારી રદ્દ કરતા રાજેશ શાહે જીતેન્દ્રભાઇ ત્રિવેદીને 70 હજાર ભાગીદારી પેટે દેવાના હતા. જીતેન્દ્રભાઇ પૈસાની ઉઘરાણી કરે તે માટે રાજેશભાઇએ જીતેન્દ્રભાઇ અને તેમના પુત્ર હરેશભાઇ સામે ખોટી સહી કરી વીજ કંપનીના ડીપોઝીટના નાણા હડપ કરી લીધાની અરજી કરી હતી. જીતેન્દ્રભાઇએ ભાગીદારીની રકમ ચૂકવવી પડે તે માટે રાજેશભાઇએ અરજી કરી હોવાની સામે અરજી પોલીસ મથકે કરી હતી.