તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળ છાયા વાતાવરણ સાથે સમગ્ર દિવસ દરમિયાન વર્ષા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં સોમવાર રાતથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં હળવદ, લખતર, લીંબડી અને ધ્રાંગધ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે વરસાદના લીધે મંગળવાર દિવસભર વાદળછાયુ અને ઠંડકભર્યુ વાતાવરણ રહ્યુ હતુ.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં સોમવારે રાત્રે અને મંગળવારે વહેલી સવારે છાંટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેરના રસ્તાઓ ભીના થઇ ગયા હતા. જયારે સોસાયટીઓના ખોદાણવાળા રસ્તાઓ પર કાદવ-કિચડ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

હળવદ: હળવદમાંવહેલી સવારે પરોઢીયે વરસાદ પડયો હતો. આથી શહેરના શક્તિ ટોકીઝ રોડ પર, મેઇન બજાર અને શહેરના બસસ્ટેશન પાછળ અન્ન ક્ષેત્ર રોડ આંબેડકરનગર અને સરા રોડ રેલ્વે સ્ટેશન સામે જીન વિસ્તારમાં, ટીકર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હળવદ તાલુકા વેગડવાવ, ઘનશ્યામગઢ, લીલાપુર, ઇસનપુર, માનસર, શિરોઇ, ભલગામડા, સાપકડા, મિયાણી, ટીકર, અજીતગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

લખતર:લખતરનાલીલાપુર,આદલસર, ઈંગરોડી, કારેલા-ઓળક, છારદ, કડું તેમજ સદાદ, બજરંગપુરા વરસાદ પડયો હતો. લખતરમાં તા. 19ના રોજ સવારે મી.મી. વરસાદ પણ સામેલ છે. આમ લખતર પંથકમાં વાદળીયું વાતાવરણ હોવા છતાં સંતાકુકડી રમાડતો હોય તેવું જોવા મળે છે.

લીંબડી: લીંબડીમાંબપોર બાદ મેઘમહેર થતા વાતાવરણ ઠંડુ બનતા લોકોએ રાહતનો દમ લીધો હતો. લીંબડી ઉપરાંત ભલગામડા, અંકેવાળીયા, ચોરણીયા, ઉંટડી, ચોકી, જાખણ, ખંભલાવ, પાણશીણા વગેરે ગામોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા હતા. જોકે, મેઘો હજુ મન મૂકીને વરસતા ખેડૂતો ચિંતીત છે. ધીમીધારના વરસાદે ખેતીમાં ફાયદો કરાવ્યો હતો.

હળવદ, લખતર, લીંબડી, ધ્રાંગધ્રામાં વરસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો