Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેરોલ પર છૂટેલો આરોપી છરી સાથે નશામાં ઝડપાયો
સુરેન્દ્રનગરએ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલો હત્યાના ગુનામાં રાજકોટની જેલમાં બે સગા ભાઈઓ સજા ભોગવતા હતાં. જેમાં પેરોલ પર છૂટેલા આરોપીને તેના ઘેરથી છરી સાથે કેફી પીણુ પીધેલી હાલતમાં પોલીસે દબોચી લીધો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 4થી 5 વર્ષ પહેલા રાજદીપસિંહ નામના યુવાનને હત્યા થઇ હતી. હત્યાના ગુનામાં યાકુબખાન કાળુખાન પઠાણ અને જુમાખાન કાળુખાન પઠાણ રાજકોટની જેલમાં સજા ભોગવતા હતાં. ત્યારે રતનપર ભોગાવા નદી કાંઠે રહેતા યાકુબખાન કાળુખાન પઠાણના ઘરે આર.વી.ડામોર, એમ.એમ.મુકિન્ડો, અરવિંદભાઈ અબાસણા, ચેતનપુરી ગોસાઇ સહિતની ટીમે તપાસ સાથે છાપો માર્યો હતો. જેમાં ખૂન કેસમાં પેરોલ પર છૂટેલો પર જુમાખાન કાળુખાન પઠાણ પોલીસને જોઇને ભાગવા જતાં પોલીસે ઝડપી લીધો હતો. ઉપરાંત જુમાખાન પઠાણ કેફી પીણુ પીધેલી હાલતમાં તેમજ તેના નેફામાથી છરી પણ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. બનાવથી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ હતી.