તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા-લીંબડીમાં દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો..તંગદિલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના નાના સમઢિયાળા ગામમાં થયેલા દલિતો પરનાં અત્યાચારના ખૂબ ગંભીર અને ઘેરા પડઘા ઝાલાવાડમાં પડ્યા હતા. ત્યારે મંગળવારે ચોટીલા અને લીંબડીમાં દલિતોની મહારેલી સુત્રોચ્ચાર સાથે નીકળી હતી. ત્યારબાદ હાઇવે પર મૃત પશુઓ સાથે ચક્કજામ કરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જયારે લીંબડી હાઇવે પણ થોડીવાર માટે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરાયો હતો. જ્યારે હળવદમાં શિવસેના, બજરંગદળ વગેરે સામે સૂત્રોચ્ચારો કરી પથ્થરમારો કરાયો હતો.

ચોટીલામાં મંગળવારે મોકાસર, નાની મોલડી, ચાણપા, મોટી મોલડી, ખેરડી સહિત થાન પંથકના દલિતોએ ચોટીલાના મફતિયાપરાથી રેલી કાઢી હતી. રેલીમાં બાબુભાઇ ચાવડા, મનુભાઇ સોલંકી, નરેશભાઇ સાગઠિયા, હિતેષભાઇ ચૌહાણ, મનસુખભાઇ બથવાર, કે.કે. રાઠોડ, વિનુભાઇ પરમાર સહિતના દલિતો હાજર રહ્યા હતા. જ્યાં દલિતોને મારવાની ઘટનાને વખોડી કાઢતું આવેદનપત્ર પ્રાંત કચેરીમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીની લોબી અને નેશનલ હાઇવે ઉપર પણ મૃત ગાયો ફેંકવામાં આવતા હાઇવે ચક્કાજામ થયો હતો. સમયે પોલીસ મોબાઇલ વાન સહિત અંદાજિત 78 જેટલા કર્મીઓ દ્વારા સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

લીંબડી: લીંબડીહાઇવે પર બપોર બાદ એકાએક સમસ્ત દલિત સમાજના યુવાનોના ટોળા ઉમટી પડયા હતા. લીંબડી હાઇવે ચક્કાજામ કરાતા રાજકોટ તરફ છેક છાલીયા તળાવ સુધી, અમદાવાદ તરફ ચોરણીયા સબ સ્ટેશન સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ગુરૂવારે સવારથી લીંબડી સજ્જડ બંધ અને ટાવરચોકથી રેલી કાઢી સેવા સદને ધરણા, સૂત્રોચ્ચાર તથા આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આપવાનું એલાન કરાયુ છે.

હળવદ: હળવદદલિત સમાજ અને રાષ્ટ્રીય વંચિત લોકમંચ દ્વારા હળવદનાં બસ સ્ટેશન પાછળ આંબેડકરનગરથી 800 જેટલા દલિત સમાજ હળવદ તાલુકા ધ્રાંગધ્રા, કોંઢ, ટીકર, ચરાડવા, સાપકડા, મિયાણી સહિતના ગામના દલિત સમાજ દ્વારા સ્કૂટર રેલી કાઢી હતી. રેલીમાં શિવસેના, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક સમિતિ વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતાં. રેલી ટીકર રોડ આંબેડકર ચોકમાં પહોંચતા ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે પોલીસ આવી જતાં ટ્રાફિક જામ ખૂલ્લો કર્યો હતો. ત્યારબાદ હળવદ મામલતદાર કે.જી.થડોદાને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ હતું. પ્રસંગે કરશનભાઈ પરમાર, મોહનભાઈ પમાર, હરિશભાઈ ઝાલા, દિનેશભાઈ મકવાણા, પ્રવિણભાઈ પરમાર, મનીષભાઈ સીંધવ, હસમુખભાઈ શેખાવા, એન.ડી.સોલંકી, પી.પી.વાઘેલા, નાગરભાઈ સહિતના દલિત સમાજના આગેવાનો જોડાયા હતાં.

પાટડી: ઉનાતાલુકાના સમઢીયાળી ગામે ચાર દલિત યુવાનોને ગૌરક્ષક સમિતિનાં તથા શિવસેનાના માણસો દ્વારા કાયદો હાથમાં લઇ નિર્દયતાથી ફટકારવવા બાબતે પાટડી બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયુ હતું. જ્યારે 20ના રોજ વિશાળ રેલી કાઢવાની સાથે પાટડીબંધનું એલાન અપાયુ છે.

ઉનામાં દલિતો પર થયેલા વર્તન બાદ દલિતોમાં એટલો વિરોધ વ્યાપ્યો હતો કે તે ચોટીલાની મામતલદાર કચેરીમાં મૃત પશુ મૂકીને જતા રહ્યા હતા.

હળવદ તાલુકાના દલિત સમાજના યુવાનોનું ટોળુ રોષે ભરાયુ હતું. જેમાં હળવદ બસ સ્ટેશનમાં પથ્થરમારો ચાલુ કર્યો હતો. પરંતુ દલિત સમાજના આગેવાનોની સમજણથીમામલો શાંત પડતા યુવાનો પરત આવ્યા હતાં.

મામતલતદાર કચેરીમાં મૃત પશુ મૂકી ગયા..

હળવદ બસ સ્ટેશનમાં પથ્થરમારો કરાયો..

રસ્તા ચક્કાજામ કરવાના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા.

દલિતોના વધતા વિરોધને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

ચોટીલામાં દલિતોએ રસ્તા પર મૃતપશુ નાંખી ચક્કાજામ કર્યો હતો

આવેદનપત્ર|લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા, હળવદ સહિતના તાલુકામાં આજે બંધનું એલાન

ઉનામાં દલિત યુવાનો પર થયેલા અમાનવીય વર્તન સામે સમગ્ર દલિત સમાજ ચોટીલા અને લીંબડીમાં રસ્તા પર ઉતરી આવ્યો હતો અને સરકારની સામે સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માગ કરી હતી.

દલિતકાંડ|ઉના કેસ મુદ્દે દલિત સમાજે લીંબડી-ચોટીલા હાઇવે ચક્કાજામ કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો