• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • લીંબડી કેળવણી મંડળ અને વિવિધ કોલેજોના પ્રિન્સીપાલે પોલીસ વડા અને કલેકટરને કરી રજૂઆત

લીંબડી કેળવણી મંડળ અને વિવિધ કોલેજોના પ્રિન્સીપાલે પોલીસ વડા અને કલેકટરને કરી રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી કોલેજના પ્રિન્સિપાલ પર હૂમલો કરનારને હદપાર કે પાસા કરવા માગણી


લીંબડીનીકોલેજમાં પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રિન્સીપાલ વચ્ચે બોલાચાલીમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલ પર હીચકારો હૂમલો કર્યો હતો. બનાવમાં પ્રિન્સીપાલ હજુ સારવાર હેઠળ છે. ત્યારે લીંબડી કેળવણી મંડળ અને વિવિધ કોલેજોના પ્રીન્સીપાલ દ્વારા કલેકટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરી બનાવના આરોપીઓને હદપારી કે પાસા કરવા માંગ કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની કોલેજોમાં હાલ પરિક્ષાની મૌસમ ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લીંબડી કેળવણી મંડળ સંચાલીત સખીદા આર્ટસ કોલેજમાં બીએની પરિક્ષા દરમિયાન મોઢામાં માવો ભરીને આવેલા વિદ્યાર્થીને પ્રીન્સપાલ ડો. એસ.જી.પુરોહીતે રોકયો હતો. અને માવો બહાર કાઢી કોગળા કરી આવવાનું જણાવતા વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રિન્સીપાલ પર હીચકારો હૂમલો કર્યો હતો. બનાવમાં પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે લીંબડી કેળવણી મંડળના પ્રમુખ અને ગૌણ સેવા પસંદગી સમિતીના પૂર્વ ચેરમેન પ્રકાશભાઇ સોની, કે.ડી.પરીખ, દિલીપ વાજાણી, ઇન્દ્રસિંહ ઝાલા, એચ.કે.દવે સહિતનાઓએ કલેકટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયા મુજબ હૂમલો કરનાર વિદ્યાર્થી સામે સાતથી આઠ ગુના નોંધાઇ ચૂકયા છે. આથી તેની સામે હદપારી અથવા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવે. ઉપરાંત પ્રિન્સીપાલ સામે નોંધાયેલ ફરિયાદમાં બી સમરી ભરવાની પણ માંગ કરાઇ હતી.

લીંબડી કોલેજના પ્રિન્સિપાલ પર હૂમલા બાબતે કલેકટર અને પોલીસ વડાને લેખિત રજૂઆત કરાઇ હતી. તસવીર-તુષારમાલવણીયા

પ્રિન્સિપાલ સામે નોંધાયેલી ફરીયાદમાં બી સમરી ભરવા પણ રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...