ઝાલાવાડમાં ચેટીચાંદની રંગેચંગે ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝુલેલાલ ભગવાનની નીકળી શોભાયાત્રા

ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

ઝાલાવાડમાંચેટીચાંદની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, થાન, અને સુરેન્દ્રનગર શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. પ્રસંગે લુહાણા અને સીંધી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ચેટીચાંદના તહેવાર નિમિત્તે ઝુલેલાલ ભગવાનનો ભવ્ય વરધોડો કાઢીને ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. વરધોડામાં સીંધી અનેલુહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં ડીજેનાતાલે નાના મોટા યુવાનો સૌએ ઝુમીને ચેટીચંદની ઉજવણી કરી હતી. જયારે સીંધી જનરલ પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા તા. 29 માર્ચને બુધવારના રોજ ચેડીચાંદ મહોત્સવ અને ઝુલેલાલ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે સીંધી સમાજની વાડી ખાતે ભંડારો યોજાયો હતો. જયારે સાંજે ઝુલેલાલ મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. ઉપરાંત રાત્રે ક્ષત્રિય સમાજની વાડી ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતના પ્રદીપકુમાર નેભવાણી, ગોરધનભાઇ લાખાણી, ડો. ચેતન પીનરાણી, દીપકભાઇ આસવાણી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં દરિયાલાલ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા. જયારે સાંજે લોહાણા વાડી ખાતે મહા પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

થાન : થાનગઢમાં લુહાણા અને સીંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી થતા મેઇન બજારમાં વરધોડો ફર્યો હતો. વરધોડામાં લુહાણા અને સીંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હસુભાઇ સચ્ચદેવ, આસનદાસભાઇ, અનીલ ગોધવાણી, દિલીપ ગોધવાણી, રૂષિભાઇ સચ્ચદેવ જહેમત ઉઠાવી હતી.

થાનમાં ચેટીચાંદની વરઘોડો કાઢીને રંગેચંગે ઉજવણી કરાઇ હતી. તસવીર-ભરતદવે

અન્ય સમાચારો પણ છે...