વઢવાણના ગામોમાં 32 સભ્ય બિનહરીફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
17 ગામોમાં ચૂંટણી માટે 173 ફોર્મ ભરાયા હતા : આઠ ગામોમાં ફરીથી પેટા ચુંટણી


વઢવાણતાલુકાના 17 ગામોમાં ચૂંટણી કે પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે. જેમાં એક સરપંચ સહિત 32 સદસ્યો બીનહરિફ થયા છે. જ્યારે એક સરપંચ સહિત આઠ વોર્ડમાં એક પણ ફોર્મ ભરાતા ફરી ચૂંટણી કરવી પડશે.

વઢવાણ તાલુકાના બાળા, દેદાદરા, રામપરા, ટીંબા, વડોદ, નગરા, કટુડા, ગામમાં સરપંચ સહિત સદસ્યોની ચૂંટણી થનાર છે. જ્યારે વાધેલા , નાનામઢાદ, કરણગઢ, આશુંદ્રા, વસ્તડી, ખોલડીયાદ, અધેલી, પ્રાણગઢ, માં પેટા ચૂંટણી જાહેર થઇ છે.વઢવાણ તાલુકાના ગામડાઓમાં ચૂંટણી જાહેર થતા ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ઠેકેદારો ઉમટી પડ્યા હતા. જેમાં કુલ 173 ફોર્મ ભરાયા હતા. જ્યારે13 ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા હતા .આ ઉપરાંત એક ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. અગે વઢવાણ તના નાયબ મામલતદાર ગામીભાઇએ જણાવ્યું કે વઢવાણ તાલુકાના વડોદ, વાધેલા, રામપરા, નાનાકેરાળા, નાનામઢાદ, ખોલડીયાદ, વસ્તડી, પ્રાણગઢ, ગામની પેટા ચૂંટણીમાં એક પણ ફોર્મ ભરાયું હતું. આથી આઠ સીટોપર ફરીથી ચૂ઼ંટણી યોજવી પડશે. જેમાં નાના કેરાળા, ગામની અનામત સીટ પર સરપંચનું એક પણ ફોર્મ ભરાયું નથી.

ગામનુ઼ં નામ વોર્ડનં. બીનહરિફ સભ્ય

બાળાવોર્ડનં.8 1

દેદાદરા વોર્ડનં.4,5 2

બલદાણા વોર્ડનં.3,4 2

વડોદ વોર્ડનં.1 થી 5 અને 9 6

રામપરા વોર્ડનં.3 1

નગરા વોર્ડનં.1 થી 10 10

કટુડા વોર્ડનં.6,7 2

ટીંબા વોર્ડનં.2,4,8 3

અણીંદ્રા વોર્ડનં.6 1

ખધેલી વોર્ડનં.3,4 2

વાધેલા વોર્ડનં.1 1

અન્ય સમાચારો પણ છે...