પાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંકડી શેરીમાં 20 દિવસથી સમસ્યાથી વિસ્તારના રહીશો તોબા તોબા પોકારી ગયા

વઢવાણમાં દૂર્ગંધયુક્ત લીલું પાણી આવતાં રોષ


વઢવાણશહેરની પ્રજાને પાલિકા દ્વારા નળવાટે પાણીવિતરણ કરવામાં આવે છે. ત્યારે શહેરની સાંકડી શેરીના વિસ્તારમાં નળ વાટે દૂર્ગંધયુક્ત તેમજ લીલવાળા પાણી પીવા માટે નીકળતા રહીશોમાં રોષ ફેલાયો હતો. અંગે પાલિકામાં પણ રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યા હલ થતા હાલમાં પણ લોકોનાં આરોગ્યને ખતરો પેદા કરે તેવા પાણી મળતા ત્રસ્ત બની ગયા છે.

વઢવાણ શહેરમાં સપ્તાહમાં બે વાર લોકોને પાલિકાતંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે પાણીની પાઇપલાઈનો તૂટી જવી, લીકેજ થવી સહિતની સમસ્યાના કારણે લોકોને પીવાના પાણી માટે પણ હાડમારી ભોગવવી પડે છે. જ્યારે નળમાંથી ગંદા પાણી આવવાની ઘટના અટકતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે બુધવારે પણ આવી સમસ્યા ધ્યાને આવતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વઢવાણ સાકંડી શેરીમાં મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે બચ્ચુભાઈ ગઢવીના મકાનની આસપાસમાંમાં નળમાં સતત અંદાજે 15 થી 20 દિવસથી ગંદુ તથા કાદવવાળુ તેમજ લીલવાળુ નળમાંથી પાણી આવતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અંગે હરગોવિંદભાઈ, જેઠાભાઈ, વીરજીભાઈ તેમજ મેરાભાઇ દલવાડી વગેરે જણાવ્યું કે, સમસ્યા અંગે વઢવાણ પાલિકામાં પણ રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતા દૂર્ગંધયુક્ત તેમજ લીલવાળુ પાણી નળમાંથી આવી રહ્યું છે.

વઢવાણની સાંકડી શેરીમાં દૂર્ગંધયુક્ત તેમજ લીલવાળુ પાણી નળમાંથી આવતા રહીશોમાં રોષ ફેલાયો હતો. તસવીર-પ્રવીણસોલંકી

અન્ય સમાચારો પણ છે...