તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરની સત્યનારાયણ સોસા.માં ગટરના અધૂરા કામથી પ્રજા રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો થઇ રહ્યા છે. ત્યારે અનેક સ્થળોએ ગટરના અધૂરા કામોથી પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. દરમિયાન સુરેન્દ્રનગરના વોર્ડ નં. 1માં આવતી સત્યનારાયણ સોસાયટીમાં ગોકળગતિએ ચાલતા ગટરના કામથી રોષ ફેલાયો છે. આથી મહિલાઓએ સુરેન્દ્રનગર પાલિકા કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર નગરપાલિકાના 14 વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો હાથ ધરાયા છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી ગોળકગતિએ ચાલતા ગટરના કામોથી લોકોની સમસ્યા વધી છે. ત્યારે સુરેન્દ્રનગરના વોર્ડ નં. 1માં કામનાથ મહાદેવ મંદિર પાછળ આવેલી સત્યનારાયણ સોસાયટીની મહિલાઓએ ગટરના કામ ઝડપથી કરવા પાલિકા કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં અર્ચનાબેન ઘરચંડા, બિન્દુબેન દવે, પારૂલબા ઝાલા, વૈશાલીબેન શાહ સહિતનાઓના જણાવાયા મુજબ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી ગટરના કામો ચાલી રહ્યા છે. ગટરની લાઇનોને ઘર સુધી જોડાણ આપવામાં આવતા ગંદકીની સમસ્યા ઉદ્દભવે છે. ઉપરાંત સફાઇ કામદારો નિયમિત રીતે ગટર સાફ કરવા તેમજ કચરો ઉપાડવા આવતા હોવાની પણ મહિલાઓએ રજૂઆત કરી હતી.

સફાઇ કામદારો કચરો લેવા અને ગટર સાફ કરવા આવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો

પાલિકા-કલેકટર કચેરીમાં મહિલાઓની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો