તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર GIDC રસ્તા પર ભરઉનાળે ચોમાસાનો માહોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર-વઢવાણનાઅનેક રસ્તાઓ બિસમાર હાલતમાં છે. ત્યારે રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકોમાં રોષ ફેલાયો હતો. જીઆઈડીસીની મોટા ભાગના લોકો અહીંથી પસાર થાય છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને રસ્તા પર પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વઢવાણ જીઆઈડીસી તરફના બિસમાર રસ્તાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે દૂધની ડેરીથી આંબાવાડી તરફના રસ્તા પર ગટર સહિતના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવુ મુશ્કેલરૂપ બની ગયુ છે. રસ્તા પર ઉનાળાના સમયે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. અંગે લલિતભાઈ, કાસમભાઈ, કલ્પેશભાઇ, વીણાબેન, ચંપાબેન વગેરે જણાવ્યું કે, રસ્તા પર પાણી સાથે સાથે કાદવનું પણ સામ્રાજ્ય સર્જાયુ છે. જેના કારણે અહી પસાર થતા પગ પણ કાદવમાં ખૂંપી જાય છે. આથી જવાબદાર તંત્ર દ્વારા ગંદા પાણી દૂર કરીને રસ્તાનું સમારકામ કરાવીને યોગ્ય કરાવવો જોઇએ.

વઢવાણ જીઆઆડીસી વિસ્તારના રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતાં. તસવીર-પ્રવીણ સોલંકી

ગટરના પાણી રોડ પર: લોકોની રજૂઆતોનું પરિણામ શૂન્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો