તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • જિલ્લાના 400થી વધુ કરાર આધારિત કર્મીઓ છેવટ સુધી લડી લેવાના મૂડમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 400થી વધુ કરાર આધારિત કર્મીઓ છેવટ સુધી લડી લેવાના મૂડમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા 400થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી હડતાળ પર છે. ત્યારે તેઓની માંગણીઓનું નિરાકરણ નહી આવતા અંતે કર્મચારીઓએ સોમવારથી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. સમાન કામ અને સમાન વેતનની માંગ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વિધાનસભા ચૂંટણી નજીક આવતા કરાર આધારીત સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી સરકાર સામે લડી લેવાની તૈયારી દેખાડી છે. સમાન કામ, સમાન વેતન અને નોકરીમાં સુરક્ષાની માંગ સાથે ગાંધીનગર સુધી રજૂઆતો કરાયા બાદ કોઇ ઉકેલ આવતા કર્મચારીઓ રોષે ભરાયા છે. તેમાં પણ ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચાર કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છુટ્ટા કરાતા છેલ્લા કેટલાક દિવસોથી કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને હડતાલ પર છે. ત્યારે સોમવારથી કલેકટર કચેરી સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 400થી વધુ કર્મચારીઓએ આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. કર્મચારીઓએ મંગળવારના રોજ સમાન કામ સમાન વેતન અંગેના નારા લગાવ્યા હતા. જયારે આવનારી ચૂંટણીમાં કર્મચારીઓની માંગ માનનાર સરકારને ઘરભેગી કરી દેવાની ચીમકી આપી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 400થી વધુ કર્મચારીઓ સમાન કામ સમાન વેતનની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન બેઠા છે. તુષારમાલવણીયા

ગાંધીનગર રજૂઆત કરવા જતા ચારકર્મીઓને છૂટા કરાયા હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો