તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી અને ફૂલકી વચ્ચેના 17 કિમીનો રોડ નવો બનાવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીઅમદાવાદને જોડતા પાટડી-ફુલકી વચ્ચેના 17 કિમીના રસ્તામાં નવરંગપુરા ગામ સહિત રસ્તામાં ઠેર-ઠેર કડ અને ગડારા પડયા છે. આથી રસ્તેથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

પાટડી નગર અને સુરેન્દ્રનગર જીલ્લાનું ગામ હોવા છતા પાટડીના વેપારીઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે.વધુમાં પાટડી તાલુકાનું ખારાઘોઢા અને ઝીંઝુવાડા મીઠા ઉદ્યોગનું મોટુ સેન્ટર હોવાથી અહીંથી ટ્રકો દ્વારા મીઠાનું મોટા પાયે લોડીંગ થતુ હોવાથી પાટડી-ફૂલકી અને વિરમગામ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. પાટડી-ફૂલકી વચ્ચેના 17 કિમીના રસ્તામાં ઠેર-ઠેર કડ અને ગડારા પડી જતા રસ્તેથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.

એમાય નવરંગપુરા ગામ પાસેનો રસ્તો એકદમ ઉબડખાબડ થતા વાહનોના ટાયર ફાટવાના સંખ્યાબંધ બનાવો બને છે. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા તાકિદે રીપેરીંગ કામ હાથ ધરાય એવી વ્યાપક માંગ રસ્તેથી કાયમ પસાર થતા વાહનચાલકોએ ઉઠાવી છે.

અમદાવાદને જોડતા રસ્તે ગાબડા: વાહનચાલક પરેશાન

પાટડી ફુલકી વચ્ચેનો 17 કિમીનો રસ્તો હાલ ચિંથરેહાલ બન્યો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તસવીર -મનીષ પારીક

અન્ય સમાચારો પણ છે...