તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST ડેપોનું ચેકિંગ..મંત્રીને જોવા મ‌ળી દારૂની બોટલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાવડાપ્રધાન એક તરફ સ્વચ્છ ભારતના અભિયાન સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનની અચાનક લીધેલી મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ડેપોમાં ફેલાયેલી ઠેરઠેર ગંદકીની સાથે ઢગલાબંધ દારૂની ખાલી બોટલો મળી આવી હતી.

સુરેન્દ્રનગરના હજારો મુસાફરો નવા મોડેલ બસ સ્ટેશનની સુવિધા કયારે મળશે તેનું કાંઇ નક્કી નથી. પરંતુ વર્તમાન સમયે જૂનુ બસ સ્ટેશન દારૂની મહેફિલનો અડ્ડો અને ગંદકીનું ઘર બની ગયુ છે. રાજ્યના વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડિયા, રાજકોટ વીભાગીય નિયામક ડી.એમ.જેઠવા, પી.પી.ધામા સહિતનાએ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં વર્કશોપની પાછળ તથા ડેપોના ધાબા પરથી દારૂની સંખ્યાબંધ બોટલો મળી આવી હતી. તો અનેક જગ્યાએ ફેલાયેલી ગંદકી અને પાનની પીચકારી જોઇ મંત્રીએ કર્મચારીઓને ખખડાવ્યા હતા. અને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જોકે કર્મીઓએ દારૂની બોટલો સગેવગે કરી હતી.

સ્ટાફરૂમમાં ગંદકી જોઇને મંત્રી ભડક્યા.. શું?

નવા ટેન્ડર મંગાવવામાં આવશે..

જવાબદાર કર્મી સામે પગલા લેવાશે

^સુરેન્દ્રનગર ડેપો નવુ બનાવવા માટે એક ટેન્ડર આવેલ છે. નિયમ અનુસાર ત્રણ ટેન્ડર આવવા જોઇએ. આથી હવે નવા ટેન્ડર મંગાવવામાં આવશે. ટેન્ડરની પ્રક્રિયા ફરીથી કરાશે. ત્યારબાદ બને તેટલુ ઝડપી બસ સ્ટેશન બને તેવી કાર્યવાહી કરવામાં આવશે. > વલ્લભભાઇકાકડિયા, વાહનવ્યવહાર મંત્રી

^આજે મંત્રીએ ડેપોની મુલાકાત લીધી ત્યારે ગંદકી અને ખાસ કરીને દારૂની બોટલો મળી આવી તે ગંભીર બાબત છે. વાતથી હું અજાણ છુ છતાં બાબતે જે જવાબદાર કર્મી છે તેમની સામે કાર્યવાહી કરાશે. જરૂર જણાશે તો સિકયોરીટી પણ વધારવામાં આવશે. > જે.આર.અગ્રાવત,ડેપોમેનેજર

સુરેન્દ્રનગર એસટી ડેપોની બહાર તથા ડેપોના જુદા જુદા વિભાગમાં જ્યાં લોકોની અવરજવર છે. ત્યાં ગંદકી કે ખાસ કરીને પાનની પીચકારી હોય તે માની શકાય. પરંતુ ચેકિંગમાં સ્ટાફ રૂમમાં પણ ગંદકી જોઇ મંત્રી પણ ચોંકી ઉઠયા હતા. અને સ્ટાફને ખખડાવ્યો હતો.

મંત્રીને ડેપોમાં આવતા જોઇ દારૂની બોટલો સગેવગે કરી હતી.તસવીર-વિપુલ જોશી

ક્યાં છુપાવશો?

હવે નહીં ચાલે|બસ સ્ટેશનમાં ગંદકી કરનાર સામે પગલા લો: મંત્રીની તાકીદ

ભાંડો ફૂટ્યો|વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ સુરેન્દ્રનગર ડેપોની અચાનક મુલાકાત લીધી : કર્મીઓનો ઉધડો લીધો

અન્ય સમાચારો પણ છે...