તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા સ્ટ્રીટલાઇટના નામે ‘અંધારા’ પાથરે છે

સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા સ્ટ્રીટલાઇટના નામે ‘અંધારા’ પાથરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરતેમજ વઢવાણ શહેરી વિસ્તારોમાં પાલિકા દ્વારા ઠેર ઠેર સ્ટ્રીટલાઇટોની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે આમાની મોટા ભાગની સ્ટ્રીટલાઇટ બંધ રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે છેલ્લા એક સપ્તાહમાં બંને પાલિકામાં 840 જેટલી ફરિયાદ આવી હતી.

સુરેન્દ્રનગર નગરપાલિકાના 14 વોર્ડ તેમજ વઢવાણ નગરપાલિકાના 9 વોર્ડમાં રહેતા લોકોને સુવિધા મળી રહે તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ બંને શહેરીના અનેક વિસ્તારોમાં હજુ પણ રોડ, રસ્તા, પાણી, વીજળી સહિતની સુવિધા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પાલિકા દ્વારા જ્યાં સુવિધા ઉભી કરી છે ત્યાં પણ ખાલી નામની હોય તેમ હજુ પણ અંધારામાં ગરકાવ છે. જેમાં ખાસ કરીને શહેરના અનેક વોર્ડમાં સ્ટ્રીટલાઇટ છાશવારે બંધ રહેતી હોવાથી લોકો ભરશિયાળાના સમયે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેની સીધી અસર સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા કચેરી પર પડતા રોજની અંદાજે 50થી 60 જેટલી ફરિયાદો નોંધાઇ હતી. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં બંને પાલિકામાં 420-420 ફરિયાદ આવી છે.

તાત્કાલિક સમસ્યા દૂર કરાશે

^અમુક જૂની લાઇટો, વોલ્ટેજની વધઘટ, લાઇટોનો માલસામાન મોડો આવે જેવી સમસ્યાથી લાઈટો બંધ રહેતી હોય, પરંતુ તાત્કાલીક કાર્યવાહી કરાવીને સમસ્યા દૂર કરાશે. > હિતુભાજાડેજા, ચેરમેન,સુરેન્દ્રનગર વીજળી સિમિત

^ફરિયાદોને ધ્યાને લઇને સમસ્યાનો નિકાલ કરાય છે. તેમ છતાં જ્યાં જ્યાં લાઇટો બંધ હશે ત્યાં તપાસ કરાવીને ઝડપથી ચાલુ કરાવી દેવાશે.> એ.એ.પંજવાણી,ચીફઓફિસર, વઢવાણ

બેદરકારી|એક સપ્તાહમાં બંને પાલિકામાં લાઇટ બંધની 840 ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...