મૂળીની સીમ વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 શખ્સો 2,10,910ના મુદ્દામાલ સાથે ઝડપાયા


મૂળીપોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ એલસીબી ટીમે બાતમીને આધારે મૂળી રેલવે સ્ટેશન પાસે આવેલ વાડીમાં દરોડો કર્યો હતો. જેમાં હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને 2,10,910ની મત્તા સાથે ઝડપી લેવાયા છે.

જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત થતા જુગારની મૌસમ પણ ખીલી છે. ત્યારે એલ.સી.બી પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ કે.આર.સીસોદીયા, અસ્લમખાન મલેક, અજયવીરસિંહ ઝાલા સહિતનાઓ મૂળી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે મૂળી રેલવે સ્ટેશન નજીક આવેલ વાડીમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીને આધારે દરોડો કરાયો હતો. જેમાં વાડી માલીક જનકસિહ પરમાર, જયેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, રામાભાઇ રોજાસરા, હકુભા પરમાર, કૃષ્ણસિંહ પરમાર, સરદારસિંહ ઝાલા જુગારની રંગત માણતા ઝડપાઇ ગયા હતા. શખ્સો પાસેથી પટમાં રહેલા રૂપિયા 56,410 રોકડા, 8 મોબાઇલ કિંમત રૂપિયા 9500, 7 બાઇક કિંમત રૂપિયા 1,45,000 સહિત રૂપિયા 2,10,910નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...