ચોટીલામાં રોગચાળાે અટકાવવા 35 હેલ્થ કર્મીઓ તૈનાત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાપંથકમાં વરસાદ પડવાથી લોકોમાં ઋતુગત રોગચાળો વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વાર 35 જેટલા હેલ્થ વર્કરોની ટીમ બનાવાઇ છે. જેમાં ચોટીલા શહેરના તમામ વોર્ડમાં સધન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

ચોટીલા શહેરમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ઠેરઠેર પાણી અને કીચડ રાજ ફેલાયું છે. જેમાં મચ્છર અને માખીનો ઉપદ્રવ વધવાના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો હતો. રોગચાળાને ફેલાતો અટકવવા આરોગ્ય વિભાગ દ્વારા તાકીદના પગલા રૂપે 35 જેટલા હેલ્થ વર્કરોની ટીમ બનાવાઇ છે. હેલ્થ વર્કરોની ટીમ ચોટીલાના દરેક વોર્ડમાં ફરીને લોકોના આરોગ્યની નોંધ લેશે જરૂર પડ્યે દવા તથા લોહીટેસ્ટ વગેરે કરી આરોગ્ય લક્ષી પ્રાથમિક પગલા પણ લઇ રહ્યા છે. ઉપરાંત લોકોના ધરોમા઼ પાણીના સંગ્રહ માટે ભરેલ સાધનોમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ શરૂ કરાઇ છે.

ચોટીલામાં રોગચાળાને અટકાવવા 35 કર્મીઓ તૈનાત કરાયા છે.

ટીમ દ્વારા દવા છંટકાવ અને આરોગ્યલક્ષી કામ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...