વઢવાણની મસ્જિદે પાણીના સ્ટેન્ડો ઉભા કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરવઢવાણના મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારો પર નમાઝ સમયે પાણીની વ્યવસ્થા હોવાથી મુશ્કેલી પડતી હતી. આથી વઢવાણ ધરશાળા ખાતે ઇદગાહ મસ્જીદ પાછળ પાણીના સ્ટેન્ડો ઉભા કરાયા હતા. જેના કારણે ઇદ સહિતના તહેવારોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ સમયે રાહતની લાગણી ઉભી થઇ છે.

વઢવાણ, જોરાવરનગર અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારના હજારો મુસ્લિમ બિરાદરો ઇદ, સહિતના તહેવારોની નમાઝ માટે દરગાહની મસ્જિદ ખાતે આવતા હોય છે. પરંતુ ઘરશાળામાં પાણીની વ્યવસ્થા હતી. આથી હજારો મુસ્લિમ બિરાદરોને મુશ્કેલી પડતી હતી. ત્યારે વઢવાણ પાલિકા, મુસ્લિમ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓએ સંયુક્ત પણે પાણીના સ્ટેન્ડ ઉભા કરવાનું આયોજન કર્યું હતું હાલ પાણીના સ્ટેન્ડ ઉભા થતા નામાઝ પઠવા જતા પહેલા મુસ્લિમ બીરાદરો વજુ કરવાની પ્રક્રીયા કરવા માટે પાણીની વ્યવસ્થા કરાઇ છે. બે દિવસ પહેલા ઇદના પવિત્ર દિવસે હજારો મુસ્લિમ બિરાદરો અહીં એકઠા થયા હતા. ત્યારે પાણીના સ્ટેન્ડ બની જતા તેઓને રાહત ઉભી થઇ હતી.

અંગે વિક્રમભાઇ, રસીદભાઇ, હનીફભાઇ વગેરેએ જણાવ્યુ઼ કે લાંબા સમયથી પાણી પૂરતુ હોવાથી વઢવાણ પાલિકા પાસે પાણીનો ટેન્કરો મંગાવવા પડતા હતા. પરંતુ મસ્જિદ પાછળ પાણીના સ્ટેન્ડો મૂકાતા હજારો મુસ્લિમ બિરાદરોને પાણીની સમસ્યાથી મુક્તિ મળી છે. જ્યારે મુસ્લિમ બિરાદરોને નમાઝ પહેલા પવિત્ર બનવાની પ્રક્રીયા વજુ કરવાની પ્રક્રિયા કરી નમાઝ અદા કરી શકશે.

વઢવાણ ધરશાળામાં મસ્જિદ પાસે પાણીના સ્ટેન્ડો ઉભા કરાતા હજારો મુસ્લિમ બિરાદરોને રાહત મળી છે.

હજારો મુસ્લિમ બિરાદરોને પાણી મળતા પવિત્ર બનીને નમાઝ અદા કરી શકશે

અન્ય સમાચારો પણ છે...