• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ગણપતિ ફાટસરમાં આધેડે મચાવ્યુ તોફાન હું મરી જઇશ ને બધાને ફીટ કરાવી દઇશ

ગણપતિ ફાટસરમાં આધેડે મચાવ્યુ તોફાન હું મરી જઇશ ને બધાને ફીટ કરાવી દઇશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણગણપતિ ફાટસર સિધ્ધિનગરમાં રાત્રે એક આધેડ તોફાને ચડતા અફરાતફરી મચી ગઇ હતી. મરી જવાની સાથે ખોટા કેસ કરીને ફીટ કરાવી દેવાની ધમકી આધેડે ધમકી આપતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં તોફાને ચડેલા આધેડ સામે બે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ગણપતિ ફાટસરમાં તોફાને ચડેલા આધેડનો મામલો વઢવાણ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં ગણપતિ ફાટસર સિધ્ધીનગર સોસાયટીમાં રહેતા મોહનભાઈ ગોવિંદભાઈ રાઠોડે વઢવાણ પોલીસ મથકે આધેડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 26 જૂનની રાત્રે ગણપતિ ફાટસરમાં રહેતા ગોવિંદભાઈ પૂંજાભાઈ રાઠોડે મોહનભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત ગોવિંદભાઈએ લાકડી ધારણ કરી તોફાન શરૂ કર્યુ હતું. ત્યારબાદ પોતે મરી જવાની સાથે ખોટા કેસ કરી ફીટ કરાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી તરફ જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફીપીણુ પીધેલા હાલતમાં લથડીયા ખાતા ગોવિંદભાઈ પૂંજાભાઈ રાઠોડ મળી આવતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. બનાવમાં ગોવિંદભાઈ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ મૂળજીભાઈ વાઘેલા ચલાવી રહ્યાં છે.

વઢવાણ પોલીસ મથકે આધેડ વિરૂદ્ધ બે પોલીસ ફરિયાદ થઇ

અન્ય સમાચારો પણ છે...