તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડાંમાં રાજકારણ ગરમાયું : ફોર્મ ભરવા ધસારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના 10 થી વધુ ગામોમાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી જાહેર થઇ છે. ત્યારે વઢવાણ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીખાતે ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આથી સોમવારે ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ટેકેદારો ઉમટી પડ્યા હતા. આથી વઢવાણ તાલુકાના ગામડાઓમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.

વઢવાણ તાલુકાના 38 ગામોની ચૂંટણી તાજેતરમાં સંપન્ન થઇ હતી. ત્યારે બાકી રહેલ રામપરા, બલદાણા, નગરા, દેદાદરા, ટીંબા, વડોદ, બાળા સહિતના 8 ગામો માટે ચૂંટણીની જાહેરાત થઇ છે. આથી વઢવાણ તાલુકાના ગામડાઓમાં ફરી ચૂંટણીનો ગરમાવો ફેલાયો છે. વઢવાણ તાલુકાના 10 થી વધુગામમાં સરપંચ અને 25 જેટલા ગામોમાં વોર્ડના સદસ્યોની પેટા ચૂંટણી તા.8 એપ્રિલના રોજ યોજાનાર છે. માટે વઢવાણ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. આથી સરકારી કચેરી બહાર ઉમેદવાર અને તેમના ટેકેદારો સોમવારે ઉમટી પડ્યા હતા. જેમાં રામપરા, બાળા, સહિતના ગામોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિધાનસભાની ચૂંટણી અગાઉ યોજાતી ગામડાઓની ચૂંટણીમાં પોતાના પક્ષની તરફેણમાં સરપંચ કે વોર્ડનાં સભ્યો જીતે તે માટે આગેવાનોએ ગામડાના આંટાફેરા શરૂ કરી દીધા છે. અંગે નાયબ મામલતદાર ગામીભાઇએ જણાવ્યું કે વઢવાણ તાલુકામાં ચૂ઼ટણી જાહેર થયેલ ગામો માટે આર.ઓની નિમણુંક કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં 23 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે તા. 24નાં રોજ ફોર્મ ચકાસણી અને તા. 29ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે જરૂર પડશે તો જે તે ગામ કે વોર્ડમાં તા. 8 એપ્રિલનાં રોજ મતદાન યોજાશે.

રાજકારણ| વઢવાણની 10 પંચાયતોમાં સરપંચ-સભ્યોની ચૂંટણીમાં 23મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને ટેકેદારો ફોર્મ ભરવા ઉમટ્યા હતાં.

તંત્ર દ્વારા આર.ઓ.ની નિમણુંકો : 8 એપ્રિલે મતદાન યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો