તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથકની સરકારી જમીનમાં અવાડાના મુદ્દે જૂથ અથડામણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદતાલુકાના માથક ગામે આવેલ સરકારી જમીનમાં અવાડો બનાવવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓ તૈયારીઓ કરતા હતા. ત્યારે બનાવમાં બે દરબારને વાડીએ સમજાવવા જતાં કોળી અને દરબાર જૂથના લોકો સામ-સામે આવી ગયા હતા. જેમાં એકબીજાને લાકડી અને પાઇપ વડે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સરપંચ વાઘજીભાઇ કોળી સહિતનાઓ ચોરા પાસે બેસી ગામની સરકારી જમીનમાં અવાડો બનાવવાનું આયોજન કરતા હતા. જેમાં ગામમાં રહેતા પૃથ્વીસિંહ સબળસિંહ ઝાલાને અંગે સમજાવવા જતા જુના મનદુ:ખને લીધે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પૃથ્વીસિંહ સબળસિંહ ઝાલાએ મયાભાઇ અશોકભાઇ કોળી, પીન્ટુભાઇ અશોકભાઇ કોળી, મોહનભાઇ વાઘજીભાઇ કોળી, જગાભાઇ નરશીભાઇ કોળી, નીલેશભાઇ દેવજીભાઇ કોળ, મહેશભાઇ વાઘજીભાઇ કોળી, જીતુભાઇ જશાભાઇ કોળી, ચતુરભાઇ વાઘજીભાઇ કોળી અને વાઘજીભાઇના અન્ય એક દીકરા સામે લાકડી અને પાઇપ વડે જાનથી મારી નાંખવાના ઇરાદે હૂમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે પૃથ્વીસિહ ઝાલાએ મયાભાઇ અશોકભાઇ કોળી સામે પૃથ્વીસિંહે ફોનમાં ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

કોળી અને દરબાર જૂથના લોકોની સામ-સામે પોલીસ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો