તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહિદ પોલીસના પરિવારની ચિંતા હવે પોલીસ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામગીરીના પરિણામની સમીક્ષા થશે

પોલીસખાતામાં રાત દિવસ ફરજ બજાવીને ઘણા પોલીસ જવાનો શહિદ થયા છે. ત્યારે આવા શહિદ પોલીસના પરિવારજનો પોતાને એકલા અટુલા અને નિ:સહાય સમજે તે માટે જિલ્લા પોલીસ વડાએ પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યુ છે. જેમાં શહિદ પોલીસ પરિવારના બાળકોનું શિક્ષણ, માતા-પિતાની જરૂરિયાતની કાળજી હવે પોલીસ પરિવાર રાખશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ જવાનો એક બીજાના સતત સંપર્કમાં હોય છે. અને પરસ્પર મદદરૂપ પણ થતા હોય છે.

પરંતુ જયારે કોઇ પોલીસ જવાન શહીદ થઇ જાય છે. ત્યારબાદ શહિદ પોલીસના પરિવાર સાથે પોલીસનો નાતો મોટાભાગે તૂટી જતો હોય છે. પરંતુ હવે શહિદ પોલીસના પરિવારને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીએ પોલીસ સંભારણા દિનને ખરા અર્થમાં ઉજવવાનું આયોજન કર્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષના સમયમાં શહિદ થયેલા પોલીસ જવાનના પરિવાર પાસે પોલીસ જશે. અને તેમના ઘરમાં કોણ કોણ છે, બાળકો શું કરે છે, આવકનું શું માધ્યમ છે, બાળકોને અભ્યાસમાં કઇ વસ્તુની જરૂરિયાત છે, મદદ જોઇએ છે કે કેમ આવી તમામ બાબતોનું સર્વે કરવામાં આવશે. અને જયારે પણ જરૂર જણાય ત્યારે આવા શહિદ પોલીસના પરિવારને પોલીસ દ્વારા તમામ પ્રકારની મદદ કરવાનો અનોખો પ્રયોગ અમલી બનાવવામાં આવ્યો છે. અભિગમને સમગ્ર પોલીસ પરિવાર તરફથી આવકાર મળી રહ્યો છે.

^શહિદ પોલીસના પરિવારને માત્ર સાંત્વના આપવાનો યોજનામાં હેતુ નથી. સાંત્વના સાથે છેક સુધી તેમની સાથે પારિવારિક ભાવનાથી જોડાવવાનો હેતુ છે. માટે દર ત્રણ માસે પોલીસ સ્ટેશન લેવલે અને દર માસે જિલ્લા લેવલે કામગીરીની ખાસ સમીક્ષા પણ કરવામાં આવશે. > દિપકકુમારમેઘાણી, જિલ્લાપોલીસ વડા, સુરેન્દ્રનગર

બાળકોના શિક્ષણ સહિતની બાબતોમાં મદદરૂપ થશે : અભિગમને આવકાર

વૃધ્ધ માતા-પિતાના ખબર અંતર પૂછી સતત સંપર્કમાં રહેવાનો અનોખો પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો