તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુવિધા |ગામમાં ગ્રીન સ્કૂલ, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા, શૌચાલયો, પુસ્તકાલય, બસ સ્ટેશન, ગટરની સુવિધાઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા |ગામમાં ગ્રીન સ્કૂલ, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા, શૌચાલયો, પુસ્તકાલય, બસ સ્ટેશન, ગટરની સુવિધાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાનું કારીયાણી ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બનવા તરફ જઇ રહ્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 25 ના રોજ ગામની ખાસ મુલાકાત લેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને નર્મદાના નીર આવતા ગામડાઓ આર્થિક રીતે સધ્ધર બન્યા છે. વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશીએ કારીયાણી ગામને દતક લીધુ હતુ. બાદમાં સૌપ્રથમ લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે પાણીની લાઇન નાખી હતી. ત્યાર બાદ ભૂગર્ભ ગટરની પણ સુવિધા પુરી પાડી હતી. આટલુ નહી પરંતુ અધતન ગ્રીન સ્કૂલ, સ્ટ્રીટલાઇટ, પાકા રસ્તા, ઘરે ઘરે શૌચાલયો, પુસ્તકાલય, બસ સ્ટેશન સહિતની તમામ સગવડતાઓ પુરી પાડીને ગામની કાયાપલટ કરવામાં આવી હતી. ખાસ કરીને કચરાના નિકાલ માટે તેને રીસાયકલ કરીને તેમાંથી ગેસ ઉત્પન્ન કરીને પાઇપ લાઇન મારફતે ગેસ પૂરો પાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત તમામના જનધનના ખાતા અને આધાર કાર્ડના બેંકોમાં લીંકપઅ કરી દેવાની સિધ્ધી પણ મેળવી છે. કારીયાણી ગામે જે સિધ્ધી મેળવી છે તેમાંથી અન્ય ગામના લોકો પણ પ્રેરણા મેળવે તે માટે ગામની એક વેબસાઇટ બનાવવામાં આવી છે. જેમાં ગામની તમામ સુવિધાની ફોટોગ્રાફ સાથે વિગતો દર્શાવવામાં આવી છે. ખરા અર્થમાં આદર્શગામ બનવા જઇ રહ્યુ હોય ગુજરાતના મુખ્ય મંત્રી આગામી તા.25 માર્ચના રોજ ગામની ખાસ મુલાકાત લેવા માટે આવવાના છે. અને આથી વર્તમાન સમયે ગામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વાઇફાઇ સુવિધાથી સજજ

વર્તમાનસમયે ઇન્ટરનેટનો યુગ છે. યુવાનોથી લઇને વડિલો પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થઇ ગયા છે. ત્યારે કારીયાણી ગામમાં વાઇફાઇની ખાસ સુવિધા ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત ગામના લોકો વિશ્વની સાથે જોડાયેલા છે.

કેસલેશબનાવવા આયોજન

શહેરોનીસાથે ખાસ કરીને ગામડાનો તમામ આર્થીક વ્યવહાર કેસલેસ બને તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કારીયાણી ગામને કેસલેશ બનાવવા માટે સ્વાઇપ મશીનની ખાસ સુવિધા પુરી પાડવામાં આવી છે. જેથી સરકારી યોજનાઓ સાકાર કરી શકાય.

કારીયાણી હાઇટેક યુગનું આદર્શ ગામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો