તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રને જગાડવા સફાઇ કામદારોની રામધૂન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણનગરપાલિકામાં વર્ષ 2011થી મંજૂર થઇ ગયેલ જગ્યા મુજબ સફાઇ કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી. આથી કલેકટર કચેરી સામે સોમવારથી આમરણાંત ઉપવાસ આંદોલનનો આરંભ થયો છે. જેમાં મંગળવારે સફાઇ કામદારોએ રામધૂન ગાઇને તંત્ર વાહકોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

વઢવાણ નગરપાલિકાના રોજમદાર અને કોન્ટ્રાકટ હેઠળના 100થી વધુ સફાઇ કામદારો છેલ્લા બે કરતા વધુ માસથી કાયમી કરવાની માંગણી સાથે રજૂઆતો કરતા હતા. ત્યારે રજૂઆતોનો કોઇ ઉકેલ આવતા ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ કર્મચારીઓએ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં મંગળવારે ઉપવાસ આંદોલનના બીજા દિવસે સફાઇ કામદાર મહિલાઓએ રામધૂન ગાઇને વઢવાણ નગરપાલિકા અને કલેકટર કચેરીમાં તંત્ર વાહકોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. રાજય સરકાર દ્વારા વઢવાણ નગરપાલિકામાં કાયમી સફાઇ કામદારની જગ્યાઓ મંજૂર કરવાનો હૂકમ વર્ષ 2011માં કરવા છતાં આજ દિન સુધી માત્ર 9 સફાઇ કામદારોને કાયમી કરાયા છે. હજુ પણ પાલીકામાં 87 જેટલા સફાઇ કામદારો રોજમદાર તરીકે કામ કરે છે. આથી કામદારોને કાયમી કરવાની માંગ સાથે છાવણી નાંખી ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે.

આમરણાંત ઉપવાસ પર બેઠેલા વઢવાણ પાલીકાના રોજમદાર સફાઇ કામદારોએ રામધૂન કરી તંત્ર વાહકોને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. તસવીર-તુષાર માલવણીયા

વઢવાણ પાલિકાના 100થી વધુ સફાઇ કામદારો આમરણાંત ઉપવાસ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો